SearchBrowseAboutContactDonate
Page Preview
Page 621
Loading...
Download File
Download File
Page Text
________________ વિAવ ઈતિહાસની રૂપરેખા હતી. એ છાવણીની ગુફાઓ સો સો વાર ઊંડી ખોદાઈ હતી. એ ગુફાઓ પરની ધરતી તોપમારા નીચે પ્રજ્યા કરતી હતી. એ ધરતીની નીચે સ્ટાલીનઝાડના લડવૈયા મેત પર મુસ્તાક હસતા ચેટી રહ્યા હતા. એ ગુફાઓ ચાલીનગઢની અમર કિલ્લેબંધી હતી. એ ગુફાઓની અંદર વીજળીના દીવા અને તેલના દીવા બળતા હતા. એ ગુફાધરોમાં ટેલિફોન ગોઠવાયા હતા. એ ગુફાઓમાં જખમીઓની સારવાર કરતાં ડોક્ટરે અને આયાઓ રહેતાં હતાં. એ ગુફાઓમાં જગતભરમાં અજોડ એવા લેકનિયુક્ત લાલલશ્કરના રાજકીય કેમીસા જીવતા હતા. એ ગુફા–ઘરની ભેખડ ઉપર સેનાની ચુઈકાવનું બાસઠમું લશ્કર જર્મન સરદાર પોલીસના છઠ્ઠા લશ્કર સાથે મરણિયા સંગ્રામ ખેલતું હતું. જર્મન સરદારી આ ભેખડ પરના સંગ્રામ ખેલાડીઓની હિંમતને પાર પામવાને નાકામિયાબ નીવડી હતી. આ જર્મન પાંઝરેએ યુરોપનો એક પછી બીજે દેશ દેખે હો પણ આક્રમણના પ્રતિકારનું આવું ભિષણરૂપ અહીં જ અવલેકયું હતું. એવા દારૂણ દિવસ પસાર થયા હતા. મહાસેનાની ઝુકાવને ટેલિફોન બેલ હતું, “ટકાવી રાખો, મારી ગોઠવણી આજથી આઠમે દિવસે પૂરી થશે.” નવેંબરને ૧ દિવસ ઝુકાવની ગોઠવણીતો છેલ્લે દિવસ હતે. સ્ટાલીનઝાડને સંગ્રામ એ દિવસે જ બીજા તબક્કામાં પેસતો હતે. વલ્ગાને કિનારે ઠંડું પડતું હતું. વલ્ગાનાં વહેણમાં બરફની શિલાઓ એકબીજા પર ચઢી જતી, એકબીજા સાથે અથડાઈ પડતી, દૂર સંભળાય તેવા અવાજે કરતી હતી. વોલ્ગાનો ઠરેલ ભાગ સફેદ હો, પાણી કાળું દેખાતું હતું. કાળાધોળા વોલ્ગાના પ્રવાહમાં રૂસી લડવૈયાઓનાં છૂટાંછવાયાં શરીરે પણ તણાતાં જતાં હતાં. ત્યારે એ મહાસંગ્રામને બીજો તબક્કો લાખલાખ શહીદોને માન આપવા, પ્રત્યાક્રમણ શરૂ કરતું હતું. ત્યારે સ્ટાલીનગ્રાડના સંગ્રામમાં ધસતી લાલ ટેકે પર મુદ્રાલેખ બોલતા હતા, “અમે બરલીન પર પહોંચીએ છીએ.' - કાવની યોજના તૈયાર થઈ ગઈ હતી. ઝુકાવનાં ફરમાને પિશ થતાં હતાં. પ્રત્યાક્રમણ આરંભાતું હતું. સાણસે રચાઈ ગયો હતો. સ્ટાલીનઝાડથી બરેલીન ઉત્તર તરફની ટુકડીઓએ ધસારે શરૂ કર્યો. જનરલ રેડીને દક્ષિણપૂર્વ તરફ ડોનના વળાંકમાં થઈને ધસવા માંડયું અને પહેલી છલંગે બાસઠ માઈલ
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy