SearchBrowseAboutContactDonate
Page Preview
Page 619
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૮ વિશ્વ ઈતિહાસની રૂપરેખા સંહાર મચાવવા નીકળવા માટે આજે સ્ટાલીનઝાડ પર ચઢી આવ્યું હતું. હવે ૧૯૪૨ ને ઓકટોબર મહિને આરંભાઈ ચૂક્યો હતે. પાછલા ઓકટોબરની રાત્રિઓ ઘણી ભયાનક હતી. સ્ટાલીનઝાડમાં એથી પણ વધારે બિહામણે દિવસ ઊગવાને હતે. એ દિવસના ખ્યાલમાં એક ગહન ગંભીરતા સ્ટાલીનચાડના ઉદ્યોગ-મથકમાં છવાઈ ગઈ હતી. પેલા વિશાળ ચેકની આસપાસના ઘર પર લાલ સંત્રીઓના પહેરા બેસી ગયા હતા. અવારનવાર ઊછળી પડતા બેબ અને ફાટી નીકળતી આગની આસપાસ કેટલાએ માઈલે પરથી હવામાં ઉછળી પડતી ભયાનક એવી આ નગરની છબી, અનીશ એવી અવારનવાર બૂમરાણ અને ભયંકર ચિત્કારના વાતાવરણની ગંભીરતાને ભયાનક ઘેરી બનાવી મૂકતી હતી. દર સમયે હજારે નાઝી બેબરે આકાશમાંથી ચિત્કાર કરતાં, ધૂળ ને ધૂવાનાં વાદળો નીચેથી ઉડતાં આવતાં હતાં તથા રૂસી માન મૃત્યુ ગીત ગાતાં મરતાં હતાં. હવા તપી ગઈ હતી, ધરતી સળગતી હતી. ધાતુઓના રસની છોળો ઊછળતી હતી. દાવાનળનાં દોજખમાં નાઝી વિમાન તૂટી પડતાં ધરતી ફેડતાં હતા તે ય અહેનિશ, આકાશી હલકે બનતાં આવતાં તે ખૂટતાં જ નહતાં. ધસતા જતા સમય પર તેવીસમો હલ્લે ચાર દિવસના સમયપત્રક પર પથરાતે હતે. આખા મહિનામાં એકસે ને સિત્તેર આક્રમણ આવી ચૂક્યાં હતાં. તેય આ વિશ્વનગરને ખંડિયર દેહ પતન પામે નહીં. એકસે ને સિત્તેર આક્રમણોને ખાળ્યા પછી, હાડમાંસની કિલ્લેબંધીથી સ્ટાલીનઝાડને ગઢ બાંધ્યા પછી કોણ એવી તાકાત હોય કે આપણને હટાવી શકશે ? સાબીરીયન સેનાની ગરટીવ એના કાળમીંઢ સાથીદાર સ્પીરીનને પૂછતે હતે. જગત-જનતાના દિલ પર સળગતું બનેલું સ્ટાલીનગ્રાડ જ્ઞાથી ગંગા સુધી, ચીનની દીવાલ સુધી, ઈરાનના અખાત સુધી, અને બરેલીનની નાઝીઓ નીચે કચડાયેલી માનવતા સુધી મહાસંગ્રામના જનજંગે જમાવેલા ચોથા પરિ માણનું રેશન ચમકાવતું, આઝાદીની ઉષ્માને વહાવતું હતું. વેલ્ગોનાં વહેણ હવે ઠંડાં ને શિથિલ થવા લાગ્યાં હતાં. વોલ્ગાના દેહ પર સફેદ કાંચળી ચઢવા લાગી હતી. થોડા દિવસમાં જ વેલ્યા પર હિમઆચ્છાદન પથરાઈ જશે તેમ લાગતું હતું. નવેંબરનો આરંભ થઈ ગયો હતો. સ્ટાલીનઝાડનાં ખંડેરમાં ઠંડો પવન સૂસવતે વાતે હતે. હવે સ્ટાલીનગઢને મહાસેનાની કેફ ભયાનક નિરધારની ગોઠવણ કરતે હતો. એને એક હાથ સ્ટાલીનઝાડની દક્ષિણ દેખાડતે હતે બીજો હાથ ઉત્તર તરફ બતાવતું હતું. એના બૃહના એ બંને હાથા એકબીજાને મળવા સીરાફીવીચ, અને કાલાશ તરફ ફરવાના હતા.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy