SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૬ વિકવ ઈતિહાસની રૂપરેખા બનાવીને જર્મનીમાં ગુલામ તરીકે મજુરી કરવા માટે તેણે એક લાખ ઉપરાંતનાં લેકને મોકલી આપ્યાં. જર્મનીની શાહીવાદી સરમુખત્યારીએ વિશ્વયુદ્ધના પહેલા પગલાં તરીકે પોલેંડમાંથી ૩૦ લાખ યહુદી નરનારીઓ અને બાળકને નર્કાગાર નામે જાણીતા બનેલા લુબલીનના પ્રદેશની છાવણીઓમાં બંધાયેલાં મોતનાં કારખાનામાં યહુદી માનવને નગ્ન કરીને તથા તેમના મેઢામાંથી સેનાની દંતરેખાઓને કાઢી લઈને મરણની ભઠ્ઠીઓમાં તેમને લાખે ની સંખ્યામાં ભક્ષ્મ કરી નાખવામાં આવ્યા. પછી તે રાખને જર્મનીમાં ખાતર બનવા માટે મેકલી આપવામાં આવી. પછી યુરોપનું પતન શરૂ થઈ ગયું. હોલેન્ડ, ડેનમાર્ક, વિગેરે દેશે એક પછી એક હિટલરના ક્રાસવાદી આક્રમણ નીચે તૂટી પડ્યા. આ રીતે હિટલરે શરૂ કરેલા બીજા વિશ્વયુદ્ધના બનાવને ધ્યાનપૂર્વક દેખ્યા કરતે મુસલીની પણ હવે યુદ્ધમાં ઉતરી પડે. એની દૃષ્ટિએ હવે યુદ્ધમાં ઉતરવાયા નૂકશાન ઓછું હતું ને ફાયદો ઘણે વધારે હતે. ઈંગ્લેન્ડ સિવાયના યુરોપના બધા દેશો પતન પામી ચૂક્યા હતા. ફ્રાન્સ પડવાની હવે ઘડીઓ ગણાતી હતી. અંગ્રેજી લશ્કર ડકમાં ઘેરાઈ ગયું હતું. બે જીયમને રાજા લીપોલ્ડ મિત્ર રાની સલાહ લીધા વિના જ હવે શરણે આવી ગયો હતો. ઈ. સ. ૧૯૪૦ ને જૂન મહિને ત્યારે શરૂ થઈ ગયે હતો. ૧૯૪૦ને જૂનના ૨૧મા દિવસે મુસલીનીએ જાહેર કર્યું કે “અફર એ નિર્ણય લેવાને સમય પાકી ચૂક્યો છે.” એવી જાહેરાત કરીને એણે ફ્રાન્સ અને બ્રિટન સામે યુદ્ધ જાહેર કર્યું. એને ખ્યાલ એ હતું કે પરાજય પામવા માંડેલા ફ્રાન્સના પતન પછી અને ડંકમાં બ્રિટનના લશ્કરને સંહાર થયા પછી શરણે આવ્યા વિના બ્રિટનને છૂટકે થવાનું નથી. | ફ્રેંચ સરકારે પેરિસ નગર છેડી દીધું. પેરિસ પર જ્યારે હિટલરની બોમ્બવર્ષા શરૂ થઈ ચૂકી હતી ત્યારે તેનું રક્ષણ કરનારી કોઈ સરકાર એ પાટનગરમાં હતી નહિ. ફ્રેંચ સરકાર વતી માર્શલ પિતાએ, બીનસરતી શરણાગતિની દરખાસ્ત રજુ કરી. ફ્રાન્સનું પતન થયું અને હિટલર પોતે પતન પામેલા ફ્રાન્સના પાટનગરમાં આવી પહોંચ્યો. પહેલા વિશ્વયુદ્ધમાં જર્મનીને પરાજય થયો હતો અને ફ્રાન્સનો વિજ્ય થયો હતો, ત્યારપછી જર્મની સાથે બીનસરતી શરણાગતિના કરાર કાપીન નામના જંગલમાં રેલ્વેના એક ડબ્બામાં થયા હતા. હિટલરે આવીને કેમ્પીનના એજ જંગલમાં જ્યાં જર્મનીએ ત્યાં શરણ સ્વિકાર્યું હતું ત્યાં જ ફ્રેંચ સરકારનું બીનશરતી શરણ સ્વિકારવાના
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy