SearchBrowseAboutContactDonate
Page Preview
Page 606
Loading...
Download File
Download File
Page Text
________________ બીજા વિશ્વયુદ્ધનું વિહંગાવલોકન ૫૮૫ જાહેર કરીને પેરીસના બચાવની તૈયારી કરી. જર્મનીએ અને રશિયાએ નક્કી કર્યા પ્રમાણે તેનું આક્રમણ અધું પોલેન્ડ લઈને અટકી ગયું અને સપ્ટેમ્બરના ૧૭ મા દિવસે પૂર્વ તરફથી લાલ લશ્કરે પોલેન્ડની સરહદમાં પઠાં તથા વખત આવે ત્યારે મુકાબલો કરવામાં દૂર ન રહી જવાય તે માટે જર્મન લશ્કરની અડોઅડ છાવણી નાંખીને અરધા પલેન્ડમાં પોલીશ જનતાની સરકારની રચના કરીને પડાવ નાખે. પોલેન્ડના બે વિભાગ થઈ ગયા, તથા જર્મન આક્રમણ અથવા ફસાવાદી આક્રમણ સામે જ સોવિયટને પ્રતિ આક્રમણ વ્યુહ આરંભાયે. સ્ટાલીને પિતાને બૃહ શરૂ કર્યો, અને આખરીસંગ્રામ આવી પહોંચે તે પહેલાં એક પછી બીજા લશ્કરી બૃહ ગોઠવવા મંડી પડ્યા. ઓકટોબરની ૨૮મીએ ઈચ્છુનીયાની સરકારે સેવિયટ સરકારને ડાગોના ટાપુઓ પર અને ઓસેવી પર નાકાબંધી બાંધવાની રજા આપી અને બાલટીકનું બંદર સોંપી દીધું તથા ત્રીસહજાર સેવીયટ લડવૈયાને ત્યાં મુકામ નાખવાની રજા આપી. પછી તરત જ સોવિયટ–લેટવિયન સરકારના પરસ્પર મદદના કારાર થયા તથા લીબાઉ અને વીન્ડાઉ ખાતે લશ્કરી બાંધકામ કરવાની છૂટ રશિયાને મળી, અને રશિયન લશ્કર માટે એરોડ્રોમ મળ્યા. ઓકટોબરમાં ત્યારપછી લીથુઆનીયાએ વિના નગર લાલલશ્કરના કબજા હેઠળ સોંપ્યું. જર્મન ફાસીવાદ સાથે લશ્કરી કરાર કરીને સોવિયટે એ જાની દુશ્મન સામેના અચૂક રીતે આવવાના આખરી જંગની તૈયારીનાં પગલાં લેવા માંડ્યાં. એક પણ અવાજ કર્યા વિના, એક પણ ટીપું લેહી રેડ્યા વિના સ્ટેલીનને મોરચે થાણું જમાવી રહ્યો અને જર્મનીના નાઝી આગેવાને માથું ખંજવાળતા હોઠ કરડી રહ્યા. પછી ૧૯૪૦ના ડિસેંબરના બીજા દિવસે લેનીનઝાડના બચાવ માટે સ્ટાલીને ફીનલેન્ડની સરકાર પાસે પિતાના બમણા પ્રદેશને સાટે થોડેક પ્રદેશ મા અને જવાબમાં જનરલ મેનરહીમે સેવીયેટ રશિયા સાથે લડાઈની તૈયારી બતાવી અને પરાજય વહોરી લીધે. સોવીયેટે લીધેલું એ લશ્કરી પગલું પણ અચૂક આવી પહોંચતા, ફાસીવાદી આક્રમણ સામેનું જ લશ્કરી બૃહનું અનિવાર્ય પગલું હતું. યુરેપનું પતન ઈ. સ. ૧૯૪૦ના જાન્યુઆરીની ૨૦મી સુધીમાં પતન પામેલા પિલેન્ડમાં હિટલરે સાફસુફી કરી નાખી. આ સાફસુફીમાં તેણે સામુદાયિક રીતે લેકોને વિંધી નાખ્યાં. પેલેંડના નાગરિકોને ઘરમાંથી બહાર કાઢી કાઢીને યુદ્ધના કેદીઓ ૭૪ .
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy