SearchBrowseAboutContactDonate
Page Preview
Page 608
Loading...
Download File
Download File
Page Text
________________ બીજા વિશ્વયુદ્ધનું વિહંગાવલોકન ૫૮૭ કરાર કર્યા. આ કરાર કરનારા કાન્સના વૃદ્ધ સરદારે માર્શલ ખેતાં અને જનરલ વેગાં નામના હતા તથા લાવાલ નામને જર્મનીની ખૂશી ખૂશામત કરનારે એક રાજકિય આગેવાન હતું. આ ત્રણેએ ૧૯૪૦ના જૂનની ૨૬ મી તારીખે કાન્સ રાષ્ટ્રને હિટલરના ગુલામ તરીકે સુપ્રત કર્યો. આ દરમ્યાનમાં ઈંગ્લેન્ડ પરની કટોકટી વધી ગઈ હતી. ફ્રાન્સમાં લડવા આવેલું અંગ્રેજી લશ્કર કંકર્કના દરિયા કિનારા પર ઘેરાઈ ગયું હતું. એ કિનારાની એક બાજુએ પતન પામેલે કાન્સ દેશ પ હતું અને બીજી બાજુએ અંગ્રેજી દરિયાઈ ખાડીની પેલે પાર ઈગ્લેંડને કિનારે હતું. આ રીતે ઘેરાઈ ગયેલા અંગ્રેજી લશ્કરને માટે હિટલરને શરણે જાને અથવા તો દરિયાઈ ખાડીમાં ડૂબી મરવાને એવા બેજ માર્ગો દેખાતા હતા. પરંતુ અંગ્રેજી હિંમતની નૈતિક તાકાત આ કટોકટીના સમયે દેખાવા માંડી. અંગ્રેજી ખલાસીએ પિતાની પાસે જે કોઈ જહાજો કે હાડકાં હતાં તે લઈને ઉપરથી વરસતી હિટલરની બોમ્બ વર્ષો નીચે પિતાના સૈનિકોને બચાવવા નીકળી પડયા. ઉપરથી મોત વરસતું હતું ત્યારે જીવન મરણના આ અંગે અંગ્રેજી દરિયાઈ ખાડીને ગૌરવવંતી બનાવી. મેતને સામને કરીને અંગ્રેજી ખલાસીઓએ પણ ભાગના લશ્કરને બચાવી લઈને અંગ્રેજી કિનારા પર ઉતારી દીધું અને બાકીનું લરકર મરણ પામ્યું. આ રીતે આખા યુરોપ પર લશ્કરી નિર્ણય મેળવી લઈને હિટલરે ફ્રાન્સના કિનારા પરથી દરિયાઈ ખાડીને ઓળંગીને અંગ્રેજી કિનારા પર ગોળાઓ ફેંકી શકે તેવી તે પે ગોઠવી દીધી તથા ખાસ કરીને લંડન પર બેઓ વર્ષા કરવાની વિમાની આક્રમણની યોજના ઘડી દીધી. બ્રિટનનું ખમીર એક આદમીની જેમ રાષ્ટ્ર એકતા ઘડીન સળગી ઉઠયું. બ્રિટની પ્રજાએ અગ્નિ પરિક્ષામાંથી પસાર થવાનું નકકી કર્યું. એણે શરણ જવા કરતાં મોત પામવાને અને મતનો મુકાબલો કરવાના નિર્ધાર કર્યો. આ નિર્ધારને અમલ કરવાની જવાબદારી ચર્ચાલ નામના લે ખડી આગેવાને સ્વીકારી. એણે અંગ્રેજી રાષ્ટ્રને અણનમ ખડક પરથી અંગ્રેજી પ્રજા જોગ હિટલર સામે પડકાર ફેંકો. આ રીતે હિટલર અને મુસલીનીની ધારણું અંગ્રેજી પ્રજાએ બેટી પાડી, તથા પતન પામેલા આખા યુરોપ ખંડમાં ઈંગ્લેડ નામને એક જ દેશ અણનમ ઉભે. ત્યારે એ દેશ પર દિવસ રાત બે વર્ષાને યુદ્ધ કાર્યક્રમ યોજીને ફ્રાન્સને સંપૂર્ણ ગુલામ બનાવીને ફ્રાન્સના જીવનવ્યવહારની એકેએક સંસ્થામાંથી લીબટ ઈકલીટી અને ફ્રેટરનીટી' નામના લેકશાહીના સિદ્ધાંતને ખતમ કરી નાખીને હિટલરે આખા યુરોપમાંથી આયુધો અંગે સામગ્રીઓ એકઠી કરીને
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy