SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ ઈતિહાસની રૂપરેખા ૫૭૪ યાનું પતન થયું. પેાતાના આ પરાક્રમ માટે મુસેલાનીને અભિનંદન નહિ આપી શકવાને લીધે લીગ ઓફ નેશન્સના તેણે બહિષ્કાર કર્યો. આ રીતે એબિસિ નીયા અને મંચુરિયાના પતન વડે જગતની શાંતિને જાળવવા માટે કશું જ નહીં કરનાર, લીગ એક્ શન્સનું પણ પતન સંપૂર્ણ થયું. આ બધાથી ચોંકી ઉદ્દીને બ્રિટન અને અમેરિકન સરકારે જાપાન સાથેતુ નૌકાતહનામું જે ૧૯૩૬ ના જાન્યુઆરીની ૧૭મીએ ખતમ થતું હતું તેને ફરીથી ઘડવા માટે જાપાન સાથેની પરિષદ ચેાજી તથા આ યુદ્ધખારના પ્રતિકાર કરવાને બદલે તેની ખુશામત શરૂ કરી. જાપાને આ પરિષદમાં જાહેર કર્યુ કે બ્રિટન અને અમેરિકન સરકાર બંનેને ભેગે નૌકાકાફલો જેટલો છે તેટલા માટે નૌકાકાફલો પોતાને આંધવા દેવામાં આવે તેજ તે બ્રિટન અને અમેરિકા સાથે નૌકા કરાર કરવાને તૈયાર છે. એટલે કરાર થયા નહિ અને જાપાતે પોતાના નૌકા કાફલાને આક્રમક યુદ્ધ માટે તૈયાર કરવા માંડયે બીજા વિશ્વયુદ્ધની તૈયારીની ભૂમિકા હવે હિટલરને જરૂરી હતી તેવી ભૂમિકા રચાઇ ચૂકી હતી. આ ભૂમિકા પરથી નવાં નાઝી લશ્કરા આક્રમણુની કવાયત કરવા માંડયાં. આખા જર્મની પર નાઝી અર્થકારણ, શસ્ત્રોના ઉદ્યોગથી ધમધમી ઉઠયું. જમતી પર કેાન્ફ્રીપ્શન”ની ફરજીયાત ભરતી શરૂ થઇ ગઇ, તથા એકેએક નાઝી જર્મન જુવાન માટે લશ્કરી શિક્ષણ ક્રૂરજીત થયું. આ બધા સાથે વિશ્વ વિજય કરવાની જાહેરાત “મીન-કામ્”નું નામ ધારણ કરીને જગતભરમાં જાહેર થઈ ચૂકયું. નાઝી જર્મનીની આ યુધ્યેાજના હવે પહેલા કદમ ઉઠાવવાની તૈયારી કરતી હતી. એ કદમના પ્રતિકાર કરી શકે તેવું વર્સેલ્સનું તદ્દનામું અને લીગ એક્ નેશન્સ” નામની સંસ્થા હવે કાગળ પર જ જીવતાં હતાં. યુરાપના વિજેતા ાહીવાદોએ જાપાનના મંચુરિયા પરના આક્રમણને અને ઇટાલીના એબિસિ નીયા પરના આક્રમણને વધાવી લઇને પેાતાને નીતિનાશ જાહેર કરી દીધા હતો. હિટલરને હવે બહાર નીકળવા માટે અનુકુળ સમય અને વાતાવરણ સર્જાઇ ચૂકયાં હતાં. એણે હવે ૧૯૩૬ ના માના ૧૧ મા દિવસે પેાતાની યુદ્ધનીતિનું નામ શાંતિ યાજના રાખીતે જાહેરાત કરી. આ શાંતિ યોજના એવી હતી કે ફ્રાન્સ અને બ્રિટને રશિયા સાથે કાઇ પણ કરાર કરવાને બદલે રશિયાપર ચઢાઈ કરવા માટે જર્મનીને શાંતિપૂર્વક રસ્તા આપવાના કરાર કરવા જોઇએ. હિટલરે આ શાંતિ યાજનાને જાહેર કરીને રશિયા પર આક્રમણ કરવાના રસ્તા પરના પહેલા પગલા તરીકે ફ્રાન્સે પોતાનેા પડાવી લીધેલે રાહઇન પ્રદેશ પાછે માગ્યા. ખીજા પગલા તરીકે એણે જર્મનીનાં જૂનાં સંસ્થાના જે પહેલાં તેની
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy