SearchBrowseAboutContactDonate
Page Preview
Page 594
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલા વિશ્વયુદ્ધ પછીનું યુરોપનુ` રાજકારણ પછી ૧૯૩૪ના એપ્રીલની ૨૫મી તારીખે જાપાને નવી જાહેરાત કરી. એણે જાહેર કર્યુ` કે અમે મંચુરિયા આખા જીતી લીધેા છે અને હવે એશિયાના દેશામાં જીવનની નવી વ્યવસ્થા રચવાનું કામ ભગવાને અમને સાંધ્યુ હાવાથી અમે આખા ચીનને જીતી લેવા માટે ચઢવાના કાયક્રમ રચીયે છીએ. જાપાનની શાહીવાદી રચનાના કાર્યક્રમ ચીન પર આક્રમણ કરવાના હતા તે ૧૯૩૭ના ચોથા દિવસ સુધીમાં તૈયાર થઇ ગયા તથા જાપાને ચીન પર ચઢાઇ કરી. ફાસીવાદી યુરોપનું યુદ્ધખાર સ્વરૂપ જાપાને પોતાને યુદ્ધના કાર્યક્રમ મંચુરિયા પર ચઢાઇ કરીને આર ંભ્યા, તે વખતે જ એણે લીગ એક્ નેશન્સમાંથી રાજીનામું આપી દીધું. એ સમયે તરત જ નાઝી જર્મનીએ પેાતાની લડાયક યુદ્ધનીતિની જાહેરાત કરી, તથા રશિયા પર આક્રમણ કરવાના પોતાના રસ્તામાંથી દૂર હુડી જવા માટે એણે યુરાપના બ્રિટન અને ફ્રાન્સ નામના શાહીવાદી દેશને સૂચના કરી. એના જવાખમાં આ શાહીવાદી દેશોએ નાઝી જર્મનીનેા પેાતાના દરજ્જા સાથે સમાન દરજજો સ્વીકારીને યુરોપની સલામતીને કરાર કરવા હિટલરની સરકારને આમં ત્રણ આપ્યું. પરંતુ એવા કાઈ કરાર થઇ શકયા નહિ. એટલે સેવિયેટ રશિ યાએ ૧૯૩૪ ના જૂનના ૨૦ મા દિવસે વિશ્વશાંતિ માટેની પેાતાની પરદેશનીતિ જાહેર કરી. સેવિયેટ રશિયાએ જાહેર કર્યું... કે અમારા ઉપર આક્રમણ કરવાના ઇરાદો રાખનાર ઇટાલી અને જર્મની સાથે પણ અમે શાંતિ વ્યવહાર ચાલુ રાખવા માગીયે છીએ, તથા યુરોપના તમામ દેશો સાથે ખીન આ* મણકારી કરારા કરવા માંગીએ છીએ. રૂસની સ્ટેલિન સરકારની આ શાંતિ યેાજનાના હિટલરે ઇન્કાર કર્યા અને ઈંગ્લેંડ તથા ફ્રાન્સે મા યાજના પર ઠંડુ પાણી છાંટી દીધું. પરંતુ સાવિયેટ રશિયાની આ જાહેરાતને લીધે અને જનીની યુદ્ધખાર તાકાતથી ગભરાઇને જર્મનીની પડેાશી એવી ફ્રેંચ સરકારે સેવિ યેટ રશિયાને લીગ એક્ નેશન્શમાં સભ્ય બનવાનું આમત્રણ આપ્યું. છેવટે રશિયાને લીગ એક્ નેશન્શનું સભ્ય બનવા દીધું. પછી રશિયાએ ઝેક્રાસ્સોવેકિયા અને ફ્રાન્સ સાથે પરસ્પરના બીન આક્રમણકારી કરારા કરવાના ઇરાદો જાહેર કર્યાં અને ફ્રાન્સે જમનીને એવા કારમાં જોડાવાનું આમંત્રણ આપ્યુ'. પરંતુ હિટલરે તેનેા ઇન્કાર કર્યો, અને તરત જ ફાસીવાદી ધરીના મુસાલાની નામના સરમુખત્યારે ૧૯૩૫ના ફેબ્રુઆરીની ૧૫મીએ એબિસિનીયા પર ચઢાઇ કરી. મંચુરિયા પર ચઢાઇ કરતી વખતે જાપાને કરેલી જાહેરાતની જેમ ઇટાલીએ જાહેરાત કરી કે આફ્રિકાના જંગલી પ્રદેશમાં સંસ્કૃતિ લઈ જવા માટે અમે એબિસિનિયા પર ચઢીએ છીએ, ૧૯૩૫ના એકટાબરની ૧૨મીએ એબિસીની ૫૭૩
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy