SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૮ વિશ્વ ઈતિહાસની રૂપરેખા ઊતરતે હોવાથી તે સ્વાભાવિક વધારે હોય છે. એટલે જ પ્રાચીન સમયની રામાયણ અને મહાભારતની કવિતાઓ અને ઇલીયડની કવિતાઓ, ઈતિહાસ ગ્રન્થ છે એમ પણ કહી શકાય. મધ્ય યુગના વિચીત કથા કાવ્યોમાં પણ આપણે ઈતિહાસને ઉકેલી શકીએ છીએ. એજ રીતે ૧૯મા સૈકામાં ઓતપ્રોત બનેલી યુરેપની વાણિજય નીતિએ એ જમાનાની કવિતા પર પિતાની અસર જમાવી હોય છે છતાં, કવિતાના કલેવરમાં ધારણ થતું માનવ જાતનું ઈતિહાસરૂપ પણ તેમાં હોય છે જ. ૧૯મા સૈકાની, કવિતાના આ ઈતિહાસ રૂપને આપણે મેન્ડીસીઝમ નું નામ આપી શકીએ. જેવી રીતે ઉત્થાન યુગને જન્મ ઈટાલીમાં થયા હતા, તથા “ફરમેશનને જર્મનીમાં થયે હતું તે પ્રમાણે રોમેન્ટીસીઝમને જન્મ ફ્રાન્સમાં થઈ ચૂક્યું હતું. પરન્તુ કવિતાના કવનપર માન્ટિક એટલે જુની “કલાસીક' નહીં, પણ નવા રૂપવાળી કવિતા (રેમાન્ટીક કવિતા) અંગ્રેજી જમાનામાં યુરેપની નૂતન કવિતા બનીને જાગ્રત થઈ ગઈ. આ કવિતામાં નવાં રૂપમાં ભરેલ ન પદાર્થ અથવા કવિતા નો વિષય દાખલ થયા. આ નવે વિષય ફ્રેંચ ક્રાન્તિએ ઈતિહાસની વ્યાસપીઠ પર આ હતે. આ નવે વિષય જીવન વ્યવહારના એકએક વિભાગને વિષય બનવા માંડ્યો હતો. આ નવો વિષય, મિસ' અથવા જનતા નામને હતું તથા આ વિષય ત્યારની કવિતાના દર્પણમાં પણ દેહ ધરીને દેખાતું હતું. આ નવા જમાનાની નવી કવિતાનું રૂપ વર્ડઝવર્થ નામના કુદરતના કવિનાં કવનોમાં પણ, કવિતાનાં નૂતન સ્વરૂપમાં ખીલી ઉઠયું હતું. શાળાઓમાં શિખવાયેલી “સેલીટરી રીપર” નામની કવિતાની છેલ્લી કડીઓમાં માનવ જીવનની ઉચ્ચ લાગણીનાં સામાજિક સ્પન્દને ભરીને આ કવિ, ફ્રેચક્રાન્તિએ જગાડેલી' ફ્રેટરનીટીને રૂપને અહીં જનતા તરફના અભિનવ ભાવથી ઊભરાવી દેતે હતે. આવી એક નહીં પણ અનેક કવિતાઓમાં વર્ડઝવર્થની કુદરત સાથેની પ્રેમ ભાવના માનવ ભાવથી નિતરતી માલમ પડતી હતી. આઝાદીના યુગગ જેવું કવન તૂર્ક શહેનશાહતની ગુલામીમાંથી છૂટવાની લડત ગ્રીક જનતાએ ઈ.સ. ૧૮૨૧ના વસંતમાં શરૂ કરી હતી. આ લડતને ઈગ્લેન્ડના પ્રગતિશિલોએ ટેકે દીધે, અને લડતને મદદ કરનારી એક કમિટિની રચના કરી. આ કમિટિ તરફથી ગ્રીકવિમુક્તિની મદદ માટે પહોંચી જવા સ્વયંસેવકેનું એક જહાજ તૈયાર થયું. યુરેપના મહાન કવિ બાયરને પિતાનાં કવનમાં જે વિમુક્તિને
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy