SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ મા સિકાનું જીવનરૂપ ૪૩૯ ગુંજારવ ભર્યો હતો, તે વિમુક્તિના આબેહૂબ રૂપને દેખવા એણે ગ્રીસની ભૂમિ પર જનારી જીવન નૌકાને હંકારી. જરમનીના મહાકવિ ગથેએ બાયરનને વિદાય દેતી કવિતા મલીને તેને પોતાને ત્યાં વીમરમાં આવવા આમંત્રણ મોકલ્યું. “જે જીવતે પાછો આવીશ તે પહેલી મુલાકાત વીમરની લઈશ.” એવું કહીને બાયરન નીકળી પડ્યો. હરકયુલીસ નામનું આઝાદીનું જહાજ, જુલાઈની ૨૪ મીએ આયેનીયન સમુદ્રમાં સીફાલેનીયા ટાપુ પર લંગરાયું. ગ્રીક સાગરમાં લાંગરેલા વિમુક્તિના વહાણે ગ્રીક દેશભક્તોને અંજલી દીધી અને પ્રેરણું લીધી. બાયરને આઝાદીની લડતની આગેવાની લઈને પિતાની લડાયક આવડતની સાબીતી આપી. ગ્રીક રાષ્ટ્રમાં બધાં મંડળોની એકતાને આકાર રચીને એણે પિતાની રાજકારણું તાકાતની સાબીતી દીધી. પછી લીપાટેન ટરકીશ મથક પર આઝાદીની ટુકડીઓ યુધ્ધે ચઢી. સંગ્રામની અનેક હાડમારીઓ સહન કરતે ઓગણીસમા સૈકાને આ વિમુક્તિને કવિ ત્યાં જ પ. એપ્રિલમાં ગ્રીક આઝાદીનું રટણ કરતા આ અંગ્રેજી મહાનુભાવે ગ્રીક ધરતી પર પિતાના અવશેષ ઢાળી દીધા. બાયરનને નૂતન પરિચય, આખા બ્રિટન પર અને યુરેપ પર શેકની ઘેરી છાયા છાઈ દેનારે બન્યો. ત્યારે અંગ્રેજી ખડક પર અક્ષરરૂપમાં પંદર વરસને એક કિશોર પિતાના દિલમાં થતા દર્દને કે તરત હતે, “બાયરનનું મરણ નિપજ્યું છે અને આખું જગત મારા માટે અંધકારમય બની ગયું છે” આ શબ્દો કોતરનાર કિશોરનું નામ ટેનિસન હતું, ટેનિસન કરતાં મહાન જગતની પ્રગતિના પ્રકાશ જેવા બે દિકરાઓ ઈંગ્લેન્ડની ધરતીએ દીધા હતા. સંસ્કારના આ પ્રકાશ સ્વામીઓનાં નામ શેલી અને બાયરન હતાં. શેલી પિતાના દિલની કણિકાઓમાંથી આવતી કાલનું મૂલ્ય મઢીને બાયરન પહેલાં જ શમી ગયે હતો. પછીથી આઝાદી નામનો હિલચાલની કવિતાને પિતાની જીંદગીના શ્વાસ પ્રશ્વાસથી મઢીને આ હિલચાલનું સ્મારક રચીને બાયરન પણ ચાલ્યો ગયો હતો. - નેપલીયન યુરેપર ઉતારેલી સંહારની છબી અને વિએનાની રજવાડી પરિષદે અખત્યાર કરેલી અંધારી છબી પર પ્રકાશનાં આ કિરણોએ, ઓગણીસમા સૈકાના ભ્રમભ્રંશ નામના ઈતિહાસ લક્ષણને નૂતનભાનનું કવિતા રૂપ દીધું હતું. આ કવિતાના સ્વરૂપે યુરોપની માનવતાને માનવીની વિમુક્તિને સાચો રાહ દાખવ્યું હતું. ૧૯ મા સૈકાના વાસ્તવયુગનું કલાવિધાન કલાનું રૂપ વિધાન પણ છવનવાસ્તવતાની પ્રખરતાના રંગ ધારણ કરીને પિંછીની પકડને પ્રખર બનાવીને જીવન ઘટનાનાં રૂપને મઢવા માંડ્યું. સામ
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy