SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ મા સૈકાનું જીવનારૂપ સામ્રાજ્ય જમાવી દીધું હતું. જ્યાં પોલેન્ડને વહેંચી ખાવાને સવાલ ઉભો થતો હતો ત્યાં, “પિલેન્ડ આખો મારે એકલાને જ છે” એમ કહીને રૂસી ઝાર ઠંધ યુદ્ધ માટે તૈયાર થત, મેટરનીક પર આગ વરસાવતે કહેતો હતો, “મેં અઢી લાખ માનને યુદ્ધમાં ને એ છે.” આ બધી મંડળી આવાં અવનવાં રૂપ ધર્યા કરતી અને ચર્ચાઓ કરતી હતી. તે પહેલાં જ પેલા નેપલીયને એબામાંથી પાછા ફરીને જ્યારે આ રંગમંડળના રંગરાગમાં ભંગ પાડી દીધું હતું, ત્યારે સૌ મહારાજાઓમાં પોતે પણ શહેનશાહ બની ચૂકે ત્યારથી જ પિતાના અસ્ત પછી એકઠા મળવાના આ મહારાજાઓને, સામ્રાજ્યવાદી સ્વરૂપ રચતા યુરેપના એકેએક રાજ્યના સ્વરૂપમાં અંદર અંદરનો કે કલહ જાગી ઉઠવાને છે તેની આગાહી આપી દીધી હતી. પરતુ નેપલિયનના આ બનાવની પહેલાં બની ગયેલે ફ્રેંચ ક્રાંતિ નામનો બનાવ પણ વિશ્વના ઈતિહાસના તખ્તા પર ૧૯મા સૈકા માટે પિતાના અક્ષર કોતરી ચૂક હતો. સામ્રાજ્યવાદ તરફ ધસતાં યુરોપી રાજ્ય, આ ક્રાંતિના ઉંબરા પર પગ ઠેકવીને જ આગળ વધતાં હતાં. સામ્રાજ્યવાદી બનતી યુરોપની આ સરકારેને જ ફ્રેંચ ક્રાંતિએ છૂટાં મૂકેલા વિશ્વ ઇતિહાસના પાત્રો બની ચૂકેલાં નવાં પરિબળો પણ પોતાની હસ્તીને ધ્યાનમાં લેવાને અનુરોધ કરતાં હતાં. આ નવાં પરિબળોમાં વિજ્ઞાનનું પરિબળ અને યંત્ર ઉદ્યોગનું પરિબળ લેક સમુદાયની કાયા પલટમાં દેખાતું હતું. વિશ્વના ઈતિહાસનાં આ નવાં અધિકાર સ્વરૂપે હતાં. આ સ્વરૂપ, રેજ બરોજના જીવનની એરણ જ્યાં રોજબરોજના વાસ્તવ વ્યવહારના ઘણુ વડે જીવનની ઘટના ઘડે છે તેમાંથી ઘડાયાં હતાં. આ ઈતિહાસનાં પાત્રો, સમાજના રેજનાં ધંધાદારીઓ હતાં. લેકશાહીની સમાનતા ઘડવાને અતિહાસિક ક્રિયા વિભાગ, વિશ્વ ઈતિહાસમાં એમને એનાયત થયો હતો તથા લીબટી અને ફ્રેટરનીટી નામની બે સામાજિક ક્રિયા પદ્ધતિઓ વડે નિયુક્ત એવા સમાન માનવ ભાવની આ સૌ રચના કરવાનાં હતાં. આ લેક અથવા ડેમેસ શાસન કાર્ય સંભાળવાનાં હતાં. આ શાસનરૂપનું નામ લેકશાહી હતું. ૧૯મા સૈકાનું કવિતાનું રોમાન્ટિક રૂપ દરેક યુગનું ઈતિહાસ જીવન માનવ જાતની તે તે સમયની કવિતા પણ છે. ઈતિહાસનું લેખન નિબંધમાં લખવાની માનવ જાતને ટેવ છે ખરી પરંતુ ઈતિહાસની ગિરા, કવિતામાં પણ પિતાના જીવનને આલખે છે. આવું આલેખન ઘણીવાર રૂપકેવાળું, વ્યક્તિગત રંગવાળું, અને તરંગમાં ઉડતું હોય છે ખરું પરંતુ માનવીના દિલની અંતરવ્યથા અને અંતર આલ્હાદ તેમાં સીધે
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy