SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૬ વિAવ ઈતિહાસની રૂપરેખા પર વ્યાપાર અને ખેતીનાં ઉત્પાદન પણ વધ્યા જ કર્યા હતાં. આ સંસ્થાને જેમ વિકાસ પામતાં જતાં હતાં તેમ તેમ તેમના પરનો અંગ્રેજી સામ્રાજ્યને કાબૂ તેમને વધારે ખૂંચતે હતે. ૩૦૦૦ માઈલ દૂરથી તેમના વિકાસ પામતાં કલેવર પર વિંટળાયેલી અંગ્રેજી સામ્રાજ્યના ભરડાની ભીંસ વધારેને વધારે જલદ બન્યા કરતી હતી. ઈગ્લેંડના સામ્રાજ્યવાદી સાશકે એમ માનતા હતા કે તમામ સંસ્થાની જેમ અમેરિકન સંસ્થાનોએ પણ ઈગ્લેંડના જ વિકાસ માટે જીવતા રહેવું જોઈએ. પણ અમેરિકન સંસ્થાને અંગ્રેજી સામ્રાજ્યની આ માન્યતા સ્વિકારવાની ના પાડતાં હતાં, તથા કહેતા હતાં કે અમે અમારાજ વિકાસ માટે જીવવા માગીએ છીએ. ઈ. સ. ૧૭૬૩ પછી તેમણે આ વાતને ઉચ્ચાર જોરશોરથી કરવા માંડે અને છેવટે ઈ. સ. ૧૭૬૩ ના જુલાઈના ચોથા દિવસે તેમણે ઇંગ્લેંડને મક્કમ રીતે પિતાને નિર્ધાર ઘડીને કહી દીધું કે અમે અમેરિકન સંસ્થાને તમારા સામ્રાજ્યના એક વિભાગ તરીકે રહેવાનો ઈન્કાર કરીએ છીએ. સાત સાત વર્ષથી આ સમયે ઇંગ્લેંડ ફ્રાન્સ સાથે સામ્રાજ્ય વધારવાની જીવલેણ લડાઈ લડતું હતું. દુનિયાના પ્રદેશોને પરાધીન બનાવવાની હરિફાઈની આ ઝપાઝપીમાં ઈગ્લેંડ વેસ્ટ ઈન્ડીઝને વધારે ટાપુઓ પડાવી લીધા હતા, તથા મિસિસીપી પાસેને અમેરિકન પ્રદેશ પડાવ્યા હતા. આ ઉપરાંત આખા કેનેડા ઉપરનો પિતાને અધિકાર તેણે જમાવ્યો હતે.એજ સમયે દુનિયામાં સૌથી મેટા બનવા મડિલા આ અંગ્રેજી સામ્રાજ્યને અમેરિકાનાં હજુ હમણુંજ જન્મેલાં તેર સંસ્થાને પડકાર કરતાં હતાં. આ પડકાર કરનારાં સંસ્થાના દીકરા જે અંગ્રેજો સામે લડવા તૈયાર થતા હતા, તે સ્વયંસેવકેનું નામ “સન્સ ઓફ લીબર્ટી' હતું. તેમણે અંગ્રેજી ટૅપ ખાતાની કચેરીઓ પર હુમલા કરવા માંડ્યા અને અંગ્રેજી વેરા ઉઘરાવનારી આ કચેરીઓના ફર્નિચરને તેડી નાખીને ગટરમાં ફેંકી દેવા માંડ્યાં. તેમણે અંગ્રેજી સ્ટેમ્પસના કાગળિયાં રસ્તા પર ઢગલા કરીને સળગાવી મૂક્યાં. ન્યૂયોર્ક, બોસ્ટન, અને ચાર્લ્સટન નામનાં નગરોમાં અંગ્રેજો સામે ધીંગાણ થયાં. આઝાદીના આ દીકરાઓમાં તમામ અમેરિકાને એ નામ નોંધાવ્યાં. અમેરિકન મજુરોએ અમેરિકન જહાજો પર ચઢીને અંગ્રેજી માલસામાન કિનારા પર ઉતારવાને બદલે દરિયામાં નાખી દીધા. ઈ. સ. ૧૭૬૩ થી શરૂ થયેલી આ હિલચાલ ફેલાતી ચાલી. અંગ્રેજોએ હવે આ હિલચાલ સામે ગોળીબાર કરવા માંડ્યા ત્યારે ઈ. સ. ૧૭૭ની સાલ આવી પહોંચી હતી. ઈ. સ. ૧૭૭૦
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy