SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ ઈગ્લેડની રાજ્યકાંન્તિ અને અમેરિકાને જન્મ ૩૮૭ થી ૭૩ સુધીમાં અંગ્રેજોએ સમાધાન કરવાના પ્રયત્ન કર્યા. પણ ઈ. સ. ૧૭૭૫ માં જનરલ ગેજ લેન્સીંગટનમાં ડાક સૈનિકે સાથે આવી પહોંચે, ત્યાં ભેગા થયેલા લેકે ઉપર તપમારે કરવામાં આવ્યું. પછી ફિલાડેલ્ફિયામાં સંસ્થાની કેગ્રેસનું અધિવેશન ભરાયું. મેના ૧૦મા દિવસે ફિલાડેફિયાની કેગ્રેસે જાહેર કર્યું કે અંગ્રેજી સામ્રાજ્યવાદ સામેની આપણે લડાઈ શરૂ થઈ ચૂકી છે. અમેરિકન સ્વાતંત્ર્ય યુદ્ધ વિશ્વઈતિહાસમાં અમેરિકામાં સ્થાનિક સામ્રાજ્યવાદ સામેની સંસ્થાનની સૌથી પહેલી લડાઈ શરૂ થઈ ચૂકી હતી. આઝાદીની આ પહેલી લડાઈને સેનાપતિ જે શિંગ્ટન હતું અને પરાધીન સંસ્થાનોના આ પહેલા સ્વાતંત્ર્ય સંગ્રામને પિતા ટેમસ પેઈન નામને હતે. ઈગ્લેડથી સ્વાતંત્ર્યના સંગ્રામને સૈનિક બનવા આવી ચૂકેલે ટોમસ પિન અંગ્રેજ હતે. એણે ત્યાં આવીને ૧૭૭૬ ના જાન્યુઆરીના દસમા દિવસે “કોમનસેન્સ” નામની એક પુસ્તિકા લખી. આ પુસ્તિકાની લાખે નકલે ઊડતી અગ્નિશિખા જેવી આખી ધરતી પર ફેલાઈ ગઈ. એ પુસ્તિકાએ તમામ સંથાનવાસીઓને આઝાદી માટે ઊભા થઈ જવાનું આહવાહન આપતાં ઉષ કર્યો કે “ઉભા થાવ, અને સામ્રાજ્ય સાથેનું બંધન તોડી નાંખે, અને જગતના ઈતિહાસમાં પહેલી વાર સ્વાતંત્ર્ય સંગ્રામ ખેલીને સામ્રાજ્યવાદની ગુલામીનો અંત આણો.” ત્યાર પછીથી ઈ. સ. ૧૭૭૬ ના જુલાઈના, ચોથા દિવસે અમેરિકન સંસ્થાનવાસીઓની કેગ્રેસના પ્રમુખ શેમસ જેફર્સને ટમસ પેઈનની પુસ્તિકામાંથી ઘડી કાઢેલી હોય તેવી સ્વાતંત્ર્યની જાહેરાત કોંગ્રેસની બેઠકમાં રજૂ કરી. અમેરિકાએ જગતને સંભળાય તેવી રીતે સ્વાતંત્ર્યની જાહેરાત કરી. જાણે એજ દિવસે આઝાદ અમેરિકાનાં સંયુક્ત સંસ્થાનોને નૂતન જન્મ થયે. અંગ્રેજી સામ્રાજ્ય સામે આખરી યુદ્ધ લડી લેવા માટે આઝાદીના દિકરાઓનાં લશકર રચાયાં. ઈ. સ. ૧૭૮૧ સુધી યુદ્ધ ચાલ્યું. મહાન ભારત દેશને ગુલામ બનાવીને અંગ્રેજોએ જેને ગવર્નર જનરલ તરીકે મોકલ્યો હતો તે લોર્ડ કોર્નવોલિસ અહિં અમેરિકન ધરતી પર આઝાદીની સેના સામે એક પછી એક પરાજય પામતો પાછો પડતે હ. ઈ. સ. ૧૭૮૧ માંજ આ અંગ્રેજી હાકેમ કે ટાઉનમાં આઝાદીની સેનાથી ઘેરાઈ ગયેલે શરણે થયો. સામ્રાજ્યવાદ પરાજય પામ્યો અને આઝાદીને વિજ્ય થયો. એક વખત
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy