SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ ઈંગ્લેડની રાજયક્રાન્તિ અને અમેરિકાનેા જન્મ મુખ્ય કાયદો એવા હતા કે દુનિયાના કાઇ પણ દેશમાંથી અમેરિકાના કાઈ પણ સંસ્થાનવાસી જે કાંઈ પણ માલ ખરીદવા માગે તે માલ વેચનાર દેશે પેાતાના માલને ઈંગ્લંડને વેચવેા અને ઈંગ્લેંડ જ તે માલ અમેરિકાને વેચી શકે. આ ઉપરાંત એક કાયદે એવા પણ હતા કે અમેરિકાનું કાઇ પણ સંસ્થાનવાસી જે કાઇ પણ માલ દુનિયાના કાઈ પણ દેશને વેચવા માગતું હેાય તે માલ તેણે સૌથી પહેલાં ઈગ્લેડડને વેચવા અને ઈંગ્લેડ જ અમેરિકામાં બનેલા માલને ખીજા કાઇ તે પણ વેચી શકે. સામ્રાજ્યવાદને આવેા કાયદા હતા. તથા સામ્રાજ્યના સૌ સંસ્થાનાને તે લાગુ પડતો, આ ઉપરાંત સામ્રાજ્યના માલિક ઈંગ્લેંડ દેશે અમેરિકામાં અમુક વસ્તુએ નહિ બનાવવાનું ફરમાન પણ કાઢ્યું હતું. તથા તેમણે “ નેવિગેશન એકટ ” નામને કાયદો ઘડીને સસ્થાનેાને ફરમાવ્યું હતુ કે અમેરિકાના માલસામાનના જે કાઈ વેપાર ચાલે તે બધા જ વેપાર અ ંગ્રેજી વહાણવટા મારફત જ ચલાવવા જોઈ એ. ογ ૩૮૫ ત્રણ હજાર માઈલ દૂર બેઠેલા ઇંગ્લેડ નામને નાના સરખા દેશ અમેરિકાના કેાઈ પણ સંસ્થાનવાસીને પૂછ્યા ગાઠ્યા વિના તેમને માટે આવા કાયદા ઘડતા હતા. એ કાયદાએ માનવાની અમેરિકાના સંસ્થાન વાસીએએ ના પાડી. તેમણે કહ્યું કે ઇંગ્લેંડની માતૃભૂમિના ત્યાગ કરીને ત્રણ હજાર માઈલ દૂર આવીને વસ્યા પછી પણ ઈંગ્લેંડના કાયદાનું બંધન અમારા પર લાદવામાં આવે એ અમને કબુલ નથી. તેમણે અનેક વર્ષો સુધી ઇંગ્લેંડમાં પેાતાની વાંધા અરજી માકલ્યા કરી અને છેવટે ૧૭૬૩ ની સાલ આવી પહેાંચી ત્યારે ઇંગ્લેડની સામ્રાજ્યવાદી હકૂમતે અમેરિકન સંસ્થાનોને જણાવી દીધું કે અમેરિકાનાં સંસ્થાનાના માલિક ઇંગ્લંડ છે અને ત્રણ હજાર માઈલ દૂર આવેલા અમેરિકા નામનેા દેશ ઈંગ્લેંડના એક ઈલાકાજ છે. માતૃભૂમિના સામ્રાજ્યવાદ સામે સસ્થાનાના મુકાબલા ઔદ્યોગિક ક્રાંતિના આરભ પછી અને યુરાપના દેશા પર ઉત્થાનયુગના આર્ભ પછી દુનિયા પર સ્થપાઇ ચૂકેલા અને આખી દુનિયાને પોતાનું સંસ્થાન અથવા પરાધીન પ્રદેશો બનાવનારા સામ્રાજ્યવાદોમાં, સૌથી મોટું સામ્રાજ્ય અંગ્રેજી હતું. આ બ્રિટિશ સામ્રાજ્યે અમેરિકાનાં સંસ્થાનાને પેાતાના સામ્રાજ્યમાં પરાવી લીધાં હતાં. આ સસ્થાનાની સંખ્યા તેરની હતી. આ તેર્ અમેરિકન સંસ્થાના ઈ. સ. ૧૬૦૭ થી તે ૧૭૬૩ સુધી પોતાને ગુલામ બનાવનારી એક વખતની અંગ્રેજી માતૃભૂમિ સામે હવે ધુંધવાયા કરતાં હતાં. આ સંસ્થાના પર દર વીસ વર્ષે દરેક સંસ્થાનની વસ્તી ખમણી વધ્યા કરતી હતી. સંસ્થાને ૪૯
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy