SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ર વિશ્વ ઈતિહાસની રૂપરેખા અમેરિકા પર ન્યુ-લેંડ ઈ. સ. ૧૬૦૯માં અંગ્રેજી વસાહતીઓની અમેરિકન ધરતી પરની પહેલી વસાહત જેમ્સ નદીપર સ્થપાઈ. આ વસાહતનું નગર જેમ્સ ટાઉન નામનું બંધાયું. આ વસાહત પર તંબાકુનું વાવેતર થયું તથા, તંબાકુથી લદાયેલાં જહાજે બ્રિટનને કિનારે લંગરાયાં. પછી આ નવી જાતના વાવેતરને પાક લુંટવા અંગ્રેજી વસાહતીઓની સંખ્યા ઉભરાવા માંડી અને વેપારી કંપનીઓ વધવા માંડી. જેમ વેપાર વધતો ગયો તેમ થોડા જ વરસોમાં ભૂમધ્યના અમેરિકન કિનારા પરનાં વસાહતી હિત અને ઇંગ્લેન્ડના કિનારાપરનાં વેપારી હિતે વચ્ચે અથડામણ શરૂ થઈ. ઈ. સ. ૧૬૧૯માં જેમ્સટાઉનના વસાહતીઓએ પિતાની અંદરથી જ એક જાતનું વહિવટી તંત્ર ઉભું કર્યું. આ વહિવટી તંત્ર જેમ્સટાઉનની અંગ્રેજી વસાહતમાંથી ચુંટાયેલી પહેલી ધારાસભા હોય તેવું જન્મ સાથે જ દેખાયું. હવે આ અમેરિકન ધરતી પર નવાં ઉતરાણ આવ્યાં. ઈતિહાસના આ લેકે “પીલ્ટીમ ફાધરે” હડસને નદીના મુખ આગળ ઉતરવાના હતા પરન્તુ તેને બદલે તેમનાં જહાજે ભૂલથી દૂર ઉત્તર તરફ હંકારાઈ ગયાં અને જ્યાં એ જહાજે પહોંચ્યાં ત્યાં જ તેમણે પડાવ નાખ્યો. ત્યારે પછી તરત જ ઇંગ્લેન્ડમાંથી પણ મુરિટનની કેટલીક મંડળીઓ જહાજોમાં બેસીને અમેરિકામાં જીવવા માટે આવી પહોંચી, તથા હેલેન્ડના પીશ્રીમફાધરોએ જ્યાં પડાવ નાખ્યો હતો ત્યાં ઉત્તરમાં જ તેમણે પણ વસાહત કરી. અમેરિકાપરને આ ઉત્તરનો પ્રદેશ ન્યુ-ઈગ્લેંડ તરીકે ઓળખાયા. આ નવા ઈગ્લેંડ પર હેલેંડમાંથી આવેલા અને ઈંગ્લેંડમાંથી આવેલા અંગ્રેજોએ દરેક કુટુંબ દીઠ જમીનની પોત પોતાની જાગીરે શરૂ કરી. આ જાગીરો પર ગુલામોની સેવા વડે તેમણે ખેતીવાડીને ખિલવવા માંડી. આ ન્યુ ઇંગ્લેંડની દક્ષિણે વર્જીનિયા નામનું આવું જ એક સંસ્થાન શરૂ થયું, તથા તેની ઉત્તરે મેરીલેન્ડ નામનું સંસ્થાન શર થયું. આ ત્રણેમાંના અંગ્રેજી સંસ્થાનવાસીઓ ઈગ્લેંડથી પિતાની સાથે પિતાને માટે મેગ્નાચાર્ટી નામને વારસે પણ લઈ આવ્યાં હતાં. ગુલામની મજુરી પર શરૂ થયેલી આ અંગ્રેજી વસાહતો પોતાને માટેના જીવન વહિવેટ ચલાવવાના સિધ્ધાંત તરીકે “મેગનાચાર્ટી” નામના સૂત્રને સ્વીકાર કરતી હતી. જે સ્ત્રના પિકાર સાથે ઈગ્લેંડમાં પાર્લામેન્ટને જન્મ થયે હતો તેને અમેરિકાની આ વસાહતમાં લાંબા અને ટુંકે માત્ર એટલો જ અર્થ થતો હતો કે, કોઈ પણ રાજા કે શહેનશાહનો જૂલ્મ પ્રજા સહન કરશે નહિ તથા નાગરિકોના પોતાના રોજબરોજના જીવનના વહિવટમાં તેઓ પોતાના નિર્ણય સિવાયના, અને પિતાની સંમતિ સિવાયના, કઈ પણ કરવેરાનો સ્વીકાર કરશે
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy