SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ ઈંગ્લેડની રાજ્યક્રાન્તિ મ્તને અમેરિકાના જન્મ નહિ. આ વસાહતમાં જેમણે પેાતાના જવનનેા વહિવટ શરૂ કર્યો હતા તેવાં આ અંગ્રેજી નાગરિકાએ, પેાતાની વસાહતાનું નામ ન્યુઈગ્લેંડ રાખ્યું. અમેરિકાના ઉદ્દભવમાં, નવા માનવ સમુદાય શરૂઆતના દિવસેથી અને ઠેઠ સુધી આ વસાહતીઓમાંની સૌથી મેટી સંખ્યા અંગ્રેજોતી હતી. ઈંગ્લેંડમાંથી જહાજો ભરી ભરીને ગુન્હેગારા અને ગુંડાઓને ત્યાં ધકેલી દેવામાં આવ્યા હતા, ત્યાં ધાર્મિક હિજરતી પણ આવીને વસ્યા હતા. યુરોપભરમાંથી રખડતાં છેાકરાં છેકરીઓને પકડીને તેમને આ ભૂમિ પર સ્વતંત્ર મજુરી કરવા દેવા માટે લાવવામાં આવતાં હતાં. આ બધા ઉપરાંત આફ્રિકામાંથી કાળાં નરનારીએ અને યુવાન યુવતિઓને ઉપાડી લાવીને અહીંની ગારી વસાહતાનાં નવા ખજારામાં નગ્ન ઉભાં રાખીને હરાજ કરવામાં આવતાં, ગારી વસાહતાની આ કાળી મિલ્કત હતી તથા આ નિગ્રા માનવતાને તમામ કાળી મજુરી કરવા માટે અહિ' જકડી લેવામાં આવતી. જેમાં જન્મથી કે મરણ પ ́તના જીવતરમાં ભયાનક ત્રાસ નીચે આ લોકેા જકડાઈ ગયાં હતાં એવી આ ગુલામ માનવતાની સંખ્યાને આંકડા, ૧૮ સૈકામાં દર વર્ષે વીસહજાર ગુલામાને આફ્રિકામાંથી અહિં ઉતારવામાં આવતાં હતાં, એવા હતા. ૩૮૩ આવી આ નવી દુનિયા પરની વસાહતને યુરાપની નવી હિલચાલાએ નવું રાજ કારણ આપ્યું હતું. યુરોપની ઉદ્યોગ-ક્રાંતિએ નવિ વાણિજય પદ્ધતિને વસાહતીઓને વારસામાં સાંપી હતી અને યુરોપના વૈજ્ઞાનિક શોધકાએ યંત્રો બનાવવાની આવડત પણ તેમને ભેટ દીધી હતી. આ નૂતન દુનિયા અથવા દેશનું નામ અમેરિકન સસ્થાને હતું. આ પ્રદેશ વાસ્કાશિયા અને ફ્લોરિડાની વચ્ચેની જમીનની પટ્ટીના બન્યા હતા. એના પૂર્વ કિનારા મહાસાગરની પેલે પારના યુરોપખડ તરફ દેખતા હતા. આ ભૂમિ પર ઈ. સ. ૧૬૦૭માં જેમ્સ ટાઉન નામનું નગર બંધાયું અને ૧૬૨૦ માં પ્લીમાઉથ અંદરના જન્મ થયા. ન્યુયાર્ક નગરમાં પહેલાં ડચ લેાકેા પછી સ્વીઝ, જર્મ'ના અને અંગ્રેજો વસ્યા અને ન્યુયાર્ક વાળી જમીનની આખી પટ્ટી પર ઇંગ્લેડે પોતાની માલિકી તેધાવી દીધી. આ પ્રદેશ પર અ ંગ્રેજોની બહુમતી હતી. આ પ્રદેશ ધીમેધીમે ઇંગ્લેંડનાં સસ્થાતા તરીકે ઓળખાવા લાગ્યા. ઔધો ગિક ક્રાંતિની દરિયાની રાણીએ અમેરિકાને પોતાના સ ંસ્થાન તરીકે જાહેર કર્યાં. ઈંગ્લેંડની માતૃભૂમિનાં પરાધીન અમેરિકન સંસ્થાના અમેરિકામાં આવીને વસેલા વસાહતીઓમાં મેોટી સંખ્યા અંગ્રેજોની હતી. એટલે ઇંગ્લેંડના નામદાર મહારાજાએ અમેરિકાનાં સંસ્થાના પર પોતાનો કબજો
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy