SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૯ ઈતિહાસના મધ્યયુગમાંની જીવનઘટના ધારણ કરીને પૂર્વના દેશો પર લુંટ, તારાજી અને કતલ કરવા નીકળેલા યુરેપના ઈસાઈ ધર્મવાળા માનવ સમુદાયોએ પહેલીવાર ઈસ્લામના સંસ્કારરૂપ વાળી જીવતસ્ની રીતભાત દીઠી, તથા જગતમાં સંસ્કારનાં આવાં સુરમ્ય સ્વરૂપે હાઈ શકે છે તેવી ખાત્રી મેળવી. સુડે નામની સંગ્રામશાળાઓ આ સંગ્રામનું કારણ એ હતું કે હવે, ઈસ્લામે વિશ્વ-ઈતિહાસમાં સ્થાન લઈ લીધું હતું. યુરોપખંડમાં પિસવાને ત્યારે એક દરવાજો પેઈન નામને હતો અને તેના પર ઈસ્લામનો ઝંડો ફરક હતે. યુરોપખંડમાં જવાના બીજા દરવાજા પર પૂર્વ રેમન શહેનશાહતનો વાવટો ઉડતો હતો. ત્યાં સિરીયાના પડોશમાં પેલેસ્ટાઈનને પ્રદેશ હતો અને પેલેસ્ટાઇનમાં જિસસને જન્મ થયો હતે. પણ યુરોપખંડને માટે પવિત્ર બની ગયેલી જેરૂસલેમની ભૂમિ પર પણ ઇસ્લામને અધિકાર હતા. આખો એશિયા માઈનરને પ્રદેશ ઈસ્લામની હકૂમત નીચે આવી પહોંચતું હતું અને પૂર્વની રેમન શહેનશાહત પતન પામતી હતી ત્યારે એ શહેનશાહતના ઓઠા જે બેઠેલે, એલેકસી શહેનશાહ યુરેપને ધર્મયુદ્ધ લડવા આવવા માટે આવાહન કરતો હતે. ઇટાલી યુરોપખંડને જ એક દેશ હતો. ઈટાલી, રોમન શહેનશાહતનું પુરાણું મથક હતે. ઈટાલીમાં રોમનગરમાંથી ઈસાઈ ધર્મ યુરે૫પર પથરાયે હતે. ઈટાલીનાં જ વેનીસ જેવાં નગરોએ પિતાનાં વ્યાપારી નગરરાજ્ય સ્થાપી દીધાં હતાં. આ નગરરાજ્યનાં વાણિજ્યનાં થાણ એશિયા માઈનર અને પેલેસ્ટાઈન પર સ્થપાઈ ચૂકયાં હતાં. ત્યાં પૂર્વ પ્રદેશ પર તે ઈસ્લામને જીવન વ્યવહાર વ્યાપાર ચલાવતો હતો. પૂર્વ સાથેની અવર જવરનાં વ્યાપારી થાણુંઓનાં સંસ્થાને અને વેપાર વાણિજ્યના ધેરી રસ્તાઓ પર ઇસ્લામની આણ વરતી ચૂકી હતી. ઈટાલીને કે યુરોપખંડના ઉગતા જીવનના વહિવટને તે પોશાય તેમ હતું જ નહીં. આ કારણથી એ પૂર્વના યુપીય મથક પર બેઠેલે, રામન શહેનશાહ એલેકસીનું આવાહન યુરોપખંડનાં સામંતોએ, રાજાઓએ, મધ્યમવર્ગ અને સાએ સ્વીકારી લીધું. સને ઈસ્લામપર ચઢાઈ કરવાનું શર ચઢયું. યુરેપભરમાંથી લશ્કરે સર્જાયાં. જેરૂસલેમની પવિત્રભૂમિને ઈસ્લામની પકડમાંથી મુક્ત કરવાની રણહાક બજી ઉઠી. ઝેડ અથવા ધર્મયુદ્ધ ખેલવા રેપના સામંતશાહની સરદારી નીચે, લાખ, જુવાને યુદ્ધ ચઢ્યા. કેનેસ્ટેટિનેપલમાં બેઠેલા, પુરાણી મનશાહીને પ્રતીક જેવા શહેનશાહને અંજલિ દઈને, યુરેપનાં ક્રઝેડનાં કટકે, એશિયા
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy