SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ વિAવ ઈતિહાસની રૂપરેખા અને જરમનીમાં જઈને ઈસાઈ ધર્મની સ્થાપના કરીને યુરેપની ધર્મએક્તાનો. આરંભ કર્યો હતો. ઈસાઈ ધર્મનું વેપારી મથક કેનસ્ટેન્ટિનેપલ યુરોપ પર મધ્યયુગ વિકસવા માંડ્યો હતો. યુરોપના દેશો પર સામતે અને રાજાઓનાં રાજ શરૂ થઈ ચૂક્યાં હતા. ત્યારે બધાં યુરોપીય રજવાડાને ધર્મ ઈસાઈ ધર્મ હતો.આ સિાઈ ધર્મની ગાદી ઈટાલીના રેમનગરમાં હતી. યુરો૫પર હવે રોમન સામ્રાજ્ય નાશ પામ્યું હતું પરંતુ ધર્મની શહેનશાહતનું સામ્રાજ્ય રેમનગરમાંથી આખા યુરેપપર ધર્મ અધિકાર ચલાવતું હતું. હવે રેમન સામ્રાજ્ય આ પશ્ચિમ વિભાગ પર નહતું અને રોમન શહેનશાહત હવે એકલા પૂર્વ વિભાગપરજ શાસન ચલાવતી હતી. આ વિભાગનું રેમનસલ્તનતનું પાટનગર કોનસ્ટેટિને પલ હતું. આ નગર મધ્યયુગના વેપારનું બંદરી મથક હતું. આ પાટનગરના શાસન પ્રદેશ પર હવે, બરબરના, રશિયનોના મેગીઅર્સના તથા હંગેરીઅોના હલ્લા શરૂ થવા માંડયા હતા. આ સામ્રાજ્ય પર હવે નવા ઉદય પામેલા ઇસ્લામિક દેશોનું આક્રમણ પણ આરંભાઈ ચૂક્યું હતું. ઈરાન, સિરીયા, પેલેસ્ટાઈન ઈછા, ઉત્તર આફ્રિકા તથા પેઇન પર ઈસ્લામને વિજય વાવટે, ફરકવા માંડ્યું હતું, અને ત્યાર પછી આ ઈસલામિક જીવન ઘટના સાથે યુરેપે ક્રુઝેડ મારફત સંપર્ક સાધે હતે. કેનસ્ટેન્ટિનેપલ તે પૂર્વ અને પશ્ચિમની વચ્ચેનું વેપારી મથક જ હતું. આ મથક સુધી ઈસ્લામનું આક્રમણ આવી પહોંચ્યું એટલે, કોનસ્ટેન્ટિનોપલની શહેનશાહત આખા યુરોપ પર વર્ચસ્વ ધરાવતી અને રામનગરમાં બેઠેલી પાપની શહેનશાહ પાસે ધર્મના નામમાં મદદ માગી. પિપે, આખા યુરેપનાં ઈસાઈ રજવાડાંઓને એકઠાં કરવા ઈસ્લામ સામે ધર્મયુદ્ધો ખેલવા પડ બજાવ્યો. ડેની રણહાકલ-ચલે જેરૂસલેમ ! યુરોપભરમાં પિપનું આવાહન ધર્મરૂપને ધારણ કરીને યુદ્ધનું વાહક બન્યું. ક્રસના ધર્મ ચિહન પરથી આ યુદ્ધોનું નામ કુકેડો પડયું. આ યુદ્ધમાં જોડાનારાઓએ છાતી પર ઈસુ નામના શાંતિના દુતનું વધસ્તંભનું, ચિહ્ન ધારણ કર્યું, અને જેરૂસલેમપર ચઢવાની યુદ્ધયાત્રાનો આરંભ કર્યો. આ યુદ્ધની ડે અથવા જેહાદનું નામ ધારણ કરનારી, ફાન્સ અને દક્ષિણ ઈટાલીમાંથી ઝેડ લડનારી સેનાની, પહેલી ટુકડીઓની રચના થઈ. આ રચનાએ ધર્મની ઘેલછાવાળી યુદ્ધની સંહારક નીતિ ધારણ કરીને પૂર્વની દુનિયાની સફર શરૂ કરી દીધી. આ રીતે મધ્યયુગી યુરોપ પૂર્વના દેશો સાથે પરિચયમાં આવ્યું. ડેનું રૂપ
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy