SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ કા વિકવ ઈતિહાસની રૂપરેખા પર ચઢયાં. પરસ્પરના સંહાર ખેલાયા. બે સૈકાઓ સુધી કુઝેડ ચાલી. બે સિકાઓમાં સાત ઝેડના સંગ્રામ રચાયા. એશિયા પર ચઢવાનો રસ્તે પાછળથી આલ્પસ ઓળંગીને જીનોઆ અને વેનીસનાં બંદરમાં આરામ કરીને દરિયા મારફત એશિયાની ભૂમિપર ઉતરવાનું નક્કી થયું. આમ કંડેના ધર્મયુદ્ધોને લીધે ઈટલી પરનાં, વેનીસ અને છ આનાં વ્યાપારી નગરના વેપાર ખિલી ઉઠ્યા. આ બન્ને નગરએ “ટ્રાન્સ–મેડીટરેનીયન પેસેન્જર સરવીસ” ધર્મના નામમાં, ધીખતા ભાવ લઈને શરૂ કરી દીધી. જીઆ અને વેનીસની વેપારી પેઢીઓએ ધર્મયુદ્ધોને નામમાં ધનના ઢગલાની કમાણુઓ કરવા માંડી. ઈટલીનાં આ વેપારી નગરની આણ ધર્મયુદ્ધોના નામમાં એડ્રીઆટિકના કિનારાઓ પર સ્થપાઈ ગઈ. આ ઉપરાંત યુરોપના લડવૈયાઓ માટે આ ક્રૂઝેડ નિશાળે જેવી બની. ધર્મયુદ્ધ લડવા નીકળેલા યુરોપના દીકરાઓ જે જીવતા રહીને પાછા વતન પહોંચતા તે બધા, આરબ દુશ્મનના, સંસ્કારની, શિસ્તની સુધરેલા પિશાકની, અને બંધુભાવની વાત કરતા. પૂર્વની ભૂમિ પરથી ઘણું ઘણું શીખીને આવેલાઓએ પોતાની રીતભાતે બદલવા માંડી. પિોશાકની ખાણાપીણાની અને લેવડદેવડની નવીન પદ્ધતિઓ, જેવી આરબની હતી તેવી, તેમણે યુરોપના વતનમાં અજમાવવા માંડી. લાખો યુરોપવાસીઓ માટે કુંડમાં મળેલા પાઠ, સંસ્કૃતિના પદાર્થપાઠ બની ગયા. પણ પેલી પવિત્ર ભૂમિનું શું થયું ? જેના પર કબજે કરવા યુરોપભરમાંથી ભરતીઓ ચઢી હતી તે ભૂમિપર પરસ્પરના વિજય અને પરાજય નોંધાયા પછી બે સૈકાઓને માનવ સંહાર પછી, જેરૂસલેમપર તે ઇસ્લામી જ હકુમત કાયમ રહી હતી. પણ યુરોપની ઝુંઝેડાને જે જોઈતું હતું તે પરિવર્તન યુરોપખંડપર આરંભાયું હતું. કૅઝેડની હિલચાલ મારફત યુરેપખંડના માનવસમુદાયને પૂર્વને પ્રકાશ જાતે દેખવા મળ્યા હતા. યુરેપ પરની કમમંડુક જેવા કિલ્લાઓ અને કસુંબા ઘોળતી અંધારી વંડીઓની હકુમતવાળું પછાત જીવતર યુરેપના સમાજમાં અળખામણું બનતું હતું. યુરોપની જીવનઘટના વધારે વિશાળ સંચાલન માગતી હતી. આ વિશાળતા અને વ્યાપકતા તેમણે પિતાની જ ભૂમિ પરનાં, વેનીસ અને ઇનોવા નામનાં વેપારી નગરરામાં દેખી હતી, અને એ નગરરાજ્યનાં વ્યાપારી થાણુઓનાં કમાડમાંથી બહાર આવીને પશ્ચિમને, “જેવું પૂર્વમાં છે તેવું.” ધરતી પર ઉતારવાનું યુરોપના મધ્યયુગને સ્વપ્ન આવતું હતું. જેવું સ્વર્ગમાં હતું તેવું સુરાજ્ય પૃથ્વી પર ઉતારવાની જિસસે કરેલી વાત, યુરેપની ધરતીનાં કચડાયેલાં ભાનમાં ઉત્સાહ પ્રેરતી હતી, તથા સ્વર્ગની પિતાને આવે તેવી કલ્પનાઓ જન્માવતી હતી.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy