SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ઈતિહાસના મધ્યયુગમાંના જીવનઘટના ૩૦૭ રોમન સંસ્કૃતિના ખંડિયેરે ઉપર હજુ ગઈ કાલેજ ઉભી થઈ ગયેલી યુરેપની ધરતી પરની આ જીવનની ઘટમાળ બહુ જ થોડા સૈકાઓમાં સંસ્કારનું કોઈ પણ સ્વરૂપ કેવી રીતે શીખી શકે? આ ઘટમાળ પર રોમન શહેનશાહને મેકલેલે ઈસાઈ ધર્મ શહેનશાહતની પરીક્ષામાંથી અહિં પસાર થઈને આ હતા. જીવનવહિવટ બંધુભાવ અહિં આવતાં રસ્તામાં જ ખવાઈ ગયું હતું. જીવનની આ પરિસ્થિતિમાં શ્રીક કે રેમન નાર્નારકની જેમ પોતે જન્મથી જ આઝાદનાગરિકે છેજ એવી શિખ વારસામાં મળી શકી નહોતી.મધ્યયુગના નિબીડ અંધકારમાં સામન્ત અને રજવાડાઓના તથા ધર્મ ગુરુઓના અધિકાર નીચે આ માને આમથી તેમ ફેંકાતાં હતાં. આ માનમાં જમીન ખેડનારા અર્ધા ગુલામ જેવા શ્રમમાન હતા, તથા પાદરીઓ અને નાસ્તિક પણ હતા અને શ્રીમંત જમીનદારે અને ગરીબ હતા, તથા ભીખારીઓ અને ચેરે હતા. આ બધા માનેએ જીવનની આ ઘટમાળમાં અંધારામાં અથડાતાં કૂટાતાં આગળ વધવાનું ચાલુ રાખ્યું હતું. યુરેપખંડના ઈસાઈધર્મની કેથલિકતા અથવા એકતા રોમન સામ્રાજ્યના પશ્ચિમ વિભાગને અંત થશે ત્યારે આ અંતમાંથી ઉગરી ગયેલી જીવનની એક પ્રથા ઈસાઈ ધર્મ નામની સંસ્થા હતી. યુરેપ પર એ પ્રથા આસ્તે આસ્તે વિકાસ પામી અને યુરોપના દેશોએ ઈસાઈ ધર્મને અંગીકાર કર્યો. યુરોપખંડ આખે ઈસાઈધર્મની એકતાને શબ્દ એટલે કેથેલીક નામનો શબ્દ પામ્યો હતો. આ એકતા અથવા ઈસાઈ ધર્મની થેલીતાનું મૂખ્ય મથક ઈટાલીનું રોમનગર હતું. ઇસાઈ ધર્મના આચાર્યોની, આ નગરમાં ગાદીઓ હતી. પિટર રેમનગરનાં સૌથી પહેલો વડો બીશપ હતે. રેમનું ઈસાઈ દેવળ ત્યારનાં સૌ ઇસાઈ દેવળેની જનેતા તરીકે જાણીતું બન્યું. પિટર અને પોલે, ઈસાઈ ધર્મની સ્મૃતિ લખી હોવાનું મનાય છે. પિલને અર્થ પિતા એવું થતું હતું. પિટર અને પેલ પછીથી, ઈસાઈ ધર્મને રેમન ગાદીને વડા પિપ અથવા પિતા કહેવાય. પિ૫ ઈસાઈ ધર્મને વડ સાચવનારી ત્યારની જીવન એકતાને પિતા બન્યો. પછી ઈ. સ. ૫૯૦ થી ૬૦૪ માં મહાન ગ્રેગરી તરીકે ઓળખાયલે પપ ઈસાઈ ધર્મની રેશમન ગાદી પર આવ્યું. યુરોપ પર મધ્યયુગ આરંભ પામતે હતું ત્યારે આ ઈસાઈ ગાદી પર બેઠેલે ગ્રેગરી, ધર્મને શહેનશાહ બન્યો. એણે રામ પર રાજ્ય પણ કરવા માંડ્યું. એણે આ ધર્મગાદી પરથી ફ્રાન્સ અને અને બરગેન્ડીમાં ધર્મદુત મોકલવા માંડ્યા. આ ધર્મદુતોએ ઇંગ્લૅમાં, ફ્રાન્સમાં
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy