SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ વિશ્વ ઈતિહાસની રૂપરેખા યુરેપ પર આ સામંતશાહી જમાને રામનસામ્રાજ્યના પતનસમયે શરૂ થ. બહારનાં આક્રમણ નીચે તૂટી પડતી આ વિશાળ સરકારી સંસ્થાનું વહિવટીતંત્ર એટલેંટિકથી યુફ્રેટીસ સુધી પથરાયું હતું. આ તંત્રની ઈમારત અમલદારશાહી અથવા કરશાહીના ટેકાઓ પર ઉભી હતી. આ તંત્રનું પતન આરંભાયું ત્યારે તેના પશ્ચિમી વિભાગને વહિવટ ચલાવવાનું કામ શાલેમને ધારણ કર્યું. એણે તૂટવા માંડતી સામ્રાજ્યની પશ્ચિમી શહેનશાહત પર પલાણવા માંડયું. પણ શાર્લ મનના મરણ પછી તરત જ આ સામ્રાજ્યના છૂટાછવાયા ટુકડાઓ પર સામંતશાહી જ શરૂ થઈ આ સામંતશાહીનું સ્વરૂપ એટલે પ્રાદેશિક એક ટુકડા પર બાંધેલે કિલો અથવા વંડીનું હતું. આ કિલ્લે, તે સમયની સ્થાનિક સરકારનું એકમ બન્યું. આ કિલ્લે જે સામંતને હોય તે સામંત આ સ્થાન પર જમીનદારી વહિવટ ચલાવતા. આવા જમીનદારી વહિવટમાં જે પ્રજા વસતી હતી તે જમીન સાથે ચેટી રહીને જ જીવી શકે તેવી વનસ્પતિના ફલજેવી હતી. આ પ્રજા અથવા સમાજનું એકમ જમીન પરના અર્ધગુલામે હતાં તથા સામંતને વફાદાર હતાં. બધી જમીન, સામંતની માલીકીની હતી. આ બધી જમીન પર ખેતી કરનાર શ્રમ માનવ, ફીફ અથવા સર્ફ કહેવાત. આ સર્ફ અથવા હાલી કિસાન, સામંતશાહીને હાલી હતું, અને સામંતની બધી જમીન બધાં કિસાને ખેડી આપતાં તથા બદલામાં, તેમને, પિતાનાં ઝુંપડાં બાંધીને જિવવાનો હતો તથા પિતાના નિર્વાહ માટે ખેતી કરવા જેટલે જમીનને એક અલાયદો ટુકડે તેમને મળતે. આ ફ્યુડલ જીવનવહિવટ પરસ્પરની જવાબદારી પર આરંભાતે. સામંતની જવાબદારી પિતાના વસવાયાં અથવા “વાસલ”નું રક્ષણ કરવાની ગણાતી તથા જમીન પરનાં આ હાલી કિસાનોની જવાબદારી, સામંત માટે લશ્કરી ફરજ બજાવવાની મજુરી કરવાની, સેવા કરવાની, અને સામંતની જમીન ખેડી આપવાની તથા સંપૂર્ણ વફાદારી દાખવવાની ગણાતી. આ આખા જીવન પર સામંતશાહીને અધિકાર સંપૂર્ણ હતે. આવી સામંતશાહીની સારવાર અને તહેનાતમાં આ હાલી કિસાનોને આ ઘરસંસાર વેઠીયાઓ બનીને રહેતે તથા લડાઈને સમયમાં સામંતને પડખે રહીને જાત કુરબાન કરતે. આવા સામંત પિતાની જમીનદારીના મથકને “મેર” ના નામથી ઓળખતા. એક સામંત પાસે એક કે વધારે “મેર” હોઈ શકતાં. સામત શાંતિના સમયમાં, એકથી બીજા “મેર” પર દેખરેખ રાખતા હતા, રસાલાઓ સાથે વિહરતા હતા, તથા પિતાની જાગીર પાસે લાગાઓ ઉઘરાવતા હતા.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy