SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસના મધ્યયુગમાંની જીવનઘટના [ મધ્યયુગી જીવનનું લક્ષણ—સામંતશાહીનુ રજવાડાશાહી સ્વરૂપ—જ્ઞાનની અબુધદશા—મધ્યયુગની માનવતા નિશાળે બેઠી —સંસ્કારચુગના પ્રકાશના પિતા--મધ્યયુગના જીવનની ઉઘડતી બારીઓ—યુરોપખડના ઈસાઈધમ—ઇસાઇધર્મોનુ વેપારી મથક —-ઝેડાની રણહાકલ કુંઝેડા નામની સંગ્રામશાળાઓ—યુરોપના વ્યાપારી નાગરિકત્વના ઉદય—નૂતન વેપારીવગ —વેપારી નગરાનું શાસન સ્વરૂપ—વેપારી સમાજનુ જવામદાર રાજતંત્ર-પૂર્વના ખાધીચા વેપારી અને યુરોપના આઝાદ વેપારી. ] ૨૦ મધ્યયુગી જીવનનું લક્ષણ-સામતશાહી સ»ધ ( ચુડાલીઝમ ) .. સમાજના વિકાસ માટે, અને જીવનની પ્રાથમિક એવી સલામતિ માટે, જગતના તિહાસમાં યુડલ અથવા સામતશાહી સબધા આર્ભમાં જીવનની જરૂરિયાતમાંથી જન્મેલા માલમ પડયા છે. સમાજની જે ઘટનામાં વાહનવ્યવહાર ખૂબ ધીમા અને વિકાસ પામેલા નથી હાતા, તેવા રાજવહિવટનું રૂપ આરંભદશાનું જ હોય છે. ત્યાં પોતાના પ્રાંતા અથવા પ્રદેશેાપરનું સરકારી મધ્યસ્થરૂપ, જુદાજુદા પ્રદેશાનું જરૂરી અને તાબડતોબ રક્ષણ નથી કરી શકતું હેતું તથા અંદરની વ્યવસ્થા સાચવી શકતુ નથી હેાતું. સામાજિક શરીરના હલનચલન અથવા અવરજવરની, એવી પરિસ્થિતિમાં, આવા પ્રાંતા અથવા પ્રદેશાની અંદરની રાજની વ્યવસ્થા અને રાજનું સ’રક્ષણ શકય મનાવવા પ્રદેશની અંદરના સ્થાનિક, સામંતા, અથવા સરદારાના હાથમાં સત્તા અને મહત્તાનુ વિતરણ થતુ હાય છે. આવાં સત્તાનાં અને સામાજિક પ્રતિષ્ઠાનાં સ્થાન, પ્રાદેશિક અથવા સ્થાનિક સામતા અને સરદારા, જે જમીનદારા પણ હાય છે તેમનાં હાય છે. આ સામા મધ્યસરકારને અથવા રાજાને વફાદાર હાય છે અને રાજાના નામમાં સ્થાનિક શાસનનાં જમીનદારી કેન્દ્રો બને છે. આ જમીનદારી સત્તાસ્થાનોનું સ્થાન જમીનની માલીકીના સ્વરૂપવાળુ હાય છે તથા સામાન્ય લોકો આ માલીકીની સીધી પ્રજા બનીને સલામતિ ભાગવે છે, અને વેઠનેા શ્રમ કરનારી અગુલામીમાં જીવે છે. આવી જાતના વનવહિવટ જ્યારે કાઇ નાનાં નાનાં રજવાડાં એકઠાં થઈને મધ્યસ્થ સરકાર બને છે ત્યારે થાય અથવા કાઈ ઉપરથી આરૂઢ થએલી રાજસત્તા તૂટી જાય છે ત્યારે પણ તે સામતશાહીના અનેક ટુકડાઓમાં વહેંચાઈ જાય છે.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy