SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ ઈતિહાસની રૂપરેખા પાડી દઈને અથવા એક માનવસમુદાયમાં અનેક નાતજાત સઈ દઈને તથા વાડાઓ રચી દઈને એક જ રાષ્ટ્રમાં પણ માણસોને એક બંધુભાવ સર્જવા દેતા નહતા. પણ વિજ્ઞાનયુગના આરંભે સાથે જ ફાન્સ દેશના પાટનગરમાંથી આખી માનવજાતને પિકાર કરીને સંભળાવતે હોય તે એક બુલંદ અવાજ બેલે. આ અવાજે વિજ્ઞાનયુગના બદલાતા જતા જીવનસંજોગની શરૂઆતમાં જ મનુષ્યની આઝાદીની હાકલ કરીને કહ્યું કે “માનવમાત્ર સમાન છે પલટાયેલા જીવન સંજોગોમાં અને પલટાએલા માનવ સમુદાયમાં અંતરા અને વાડાબંધીઓ પાછા હટવા માંડ્યાં. શરૂ થયેલા નૂતનયુગમાં જીવવાની રીતભાતનું પુનરૂત્થાન આરંભાયું. પુનરૂત્થાનના આ સ્વરૂપે એક પછી બીજા રાષ્ટ્રની અંદરના ભેદભાવ અને વ્યવહારને છેદી નાંખીને રાષ્ટ્રિય એકતા સરજવા માંડી. આગળ વધતા આ ઉત્થાનયુગે રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના અંતરાને પણ રદ કરી નાખવા માંડયા છે અને આંતરરાષ્ટ્રય એકતા સરજવા માંડી છે. આ નૂતનયુગને પીછાનનારા સુધરેલા દેશોએ એટલા જ માટે હવે પોતાની નિશાળમાં અને વિદ્યાપીઠમાં વિશ્વઈતિહાસ શીખવવા માંડ્યો છે. ' વિશ્વસંસ્કૃતિની ઐતિહાસિક ભૂમિકા આ ભૂમિકા આજ સુધીમાં વિજ્ઞાન યુગે સંપાદન કરેલાં, તમામ સામાછક મૂલ્યની વ્યાપકતાને અમલી બનાવે છે. સમાજના વ્યવહારની આટલી ઓછામાં ઓછી જીવનસંગેની ભૂમિકાનું ભાન, પુનર્ધટનાના પથ પર ચડેલા એકેએક રાષ્ટ્ર પાસે માંગી લે છે. વિજ્ઞાનયુગની શિક્ષણ પામવાની આ ભૂમિકાનું ભાન નિખાલસ એકરાર કરે છે કે, જ્યાં હોય ત્યાં આજની સંસ્કૃતિનું રૂપ અથવા સંસ્કારનું વર્તન કોઈ એક જ પ્રજાની નહીં પણ, આખી માનવતાની પૂંછ છે. એનું કારણ એ છે કે, માનવ સંસ્કૃતિને ઘડનાર કોઈ પણ એક જ રાષ્ટ્ર નથી પણ આખી માનવજાત છે. એટલું જ નહીં પણ સંસ્કૃતિને વ્યવહાર કોઈ વ્યક્તિ કે વ્યક્તિગત રાષ્ટ્રના જીવનમાં જ નહીં પણ તમામ રાષ્ટ્રોના માનવ સમુદાયમાં આજે વ્યાપક બનવા માગે છે. માનવ સંસ્કૃતિ એ જ રીતે જીવી શકે અને જીવતી રહી શકે. કારણ કે સંસ્કૃતિનું સ્વરૂપ કઈ એક વર્ગ કે રાષ્ટ્રમાં જીવીને જીવતું રહી શકે નહી. માનવ જાતના ઈતિહાસમાં સંસ્કૃતિનું સ્વરૂપ કેઈપણ દેશમાં દેખાયા પછી કદી નાશ પામ્યું જ નથી. આ સ્વરૂપ આજ સુધી સર્વદેશીય બનવા માટે તલસતું, આપભેગેના અવધી વહાવતું નવાં વિકા
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy