SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ઈતિહાસનું વિશ્વ-૨૫ આ વિશ્વયુગનું માનવરૂપ કેવું છે? એક શબ્દમાં કહીએ તે આ માનવ રૂપ અથવા માનવજાતનું સ્વરૂપ વૈજ્ઞાનિક રીતે સંસ્કારમય બનવા માંડયુ છે. જંગલમાં હતું તેવું જંગલી અને કેવળ જીવ બચાવવાના અને જીવતાં રહેવાના ચિત્કાર કરતું, કાચું માંસ ખાતું અને ચામડાં પહેરતું એવું લાખો વર્ષો પર શરૂ થયેલું મનુષ્યનું સ્વરૂપ આજે અનેક ગડમથલ, ધમસાણે અને યાતનાઓ પર થઈને હિમાલયની ટોચ પર આરહણ કરીને પોકાર કરે છે કે, પૃથ્વીની મેટામાં મોટી આ ઉંચાઈ કરતાં પણ મારી ઉંચાઈ વધારે મોટી છે. આજનું આ માનવરૂપ વિશ્વમાનવીનું સંયુક્ત રૂપ છે. વિજ્ઞાનમય અને સંસ્કારમય એવું આ વિરાટનું સ્વરૂપ એક જ કળ દબાવીને મોટા ટબંધી વજનવાળાં એજીનના પોલાદી શરીરને અદ્ધર ઊંચું કરી નાખે છે. સંજોગ પરના કાબૂવાળા આ સંધમાનવના પગ જમીન પર અને પાણી પર તથા વાદળેથી પણ ઉંચે આકાશમાં પણ થોડાક કલાકમાં હજારો માઈલની સફર કરી શકે છે સંધ માનવનું આ વૈજ્ઞાનિક કાબૂવાળું સ્વરૂપ મહાસાગરની જલદિવાલને વિંધી નાખીને, પર્વતની કિલ્લેબંધીઓને તેડી નાખીને આગળ ધપી શકે છે. આ સ્વરૂપે રણોમાં લીલોતરી સર્જી દીધી છે, વનસ્પતિઓની સેંકડે નવી જાતો પેદા કરી છે. મરકી અને મોતને પાછાં હટાવ્યાં છે, પર્વતને ઉડાવી દીધા છે, સમુદ્રો એક કરી દીધા છે. માનવજાતનું આજના તબક્કાનું સ્વરૂપ રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેની સીમાઓને ભૂંસી નાંખીને આજે માનવ માનવ વચ્ચે અનેક ભાષાઓના એક અથવા બંધુભાવને “પંચશિલમને આંતર રાષ્ટ્રિય વ્યવહાર સર્જાવાની શરૂઆત કરે છે. આજને ઈતિહાસ એટલે વિશ્વને ઈતિહાસ એટલે જ આજનો ઇતિહાસ વિશ્વ ઈતિહાસ બની ચૂક્યો છે. જીવનની બધી પ્રવૃત્તિઓ માટે એટલે જ વિશ્વઇતિહાસને સમજવાની જરૂર ઉભી થઈ છે. સુધરેલા દેશની તમામ શાળાઓ માટે એટલા જ માટે વિશ્વ ઈતિહાસના અભ્યાસને અપનાવવાની જરૂર પેદા થઈ છે. કારણ કે વિશ્વ ઈતિહાસે પિતાની વિશ્વએકતા આજે અનેક યુગે પછી પૂરવાર કરી છે. આજસુધી આપણું જગતપરના જીવનસંગે અનેક ભેદભાવાળા, અનેક નાકાબંધીઓવાળા અને અનેક સંકુચિત વંડીઓવાળા હતા. આ બધી આડખીલીઓ, અંતરા, સંકુચિતતાઓ અને મનાઈ હુકમ મનુષ્ય મનુષ્ય વચ્ચેની એકતાને રેકી રાખતી દીવાલે હતાં. આ દીવાલે એક રાષ્ટ્રને પણ એક બનવા દેતી ન હતી. આ ભેદભાવે એક જ રાષ્ટ્રમાં અનેક ટુકડાઓ
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy