SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ઈતિહાસનું વિશ્વ-રૂપ સરૂપા સર્જીને આખા વિશ્વઈતિહાસનું પરિબળ બનીને ભેદભાવની સીમાઓને ભૂંસી નાખતું જીવતું રહ્યું છે. વિશ્વઈતિહાસનું આ સ્વરૂપ આજે સસ્કૃતિનું આખી માનવજાતના સંસ્કારનું ઝંડાધારી બનવા માંડયું છે. • ઈતિહાસની ટૂંકી દૃષ્ટિવાળાઓએ આજ સુધી સ ંસ્કૃતિનું નામ ગ્રીક સંસ્કૃતિ કે ભારતીય સંસ્કૃતિ અને પૂર્વની સંસ્કૃતિ કે પશ્ચિમની સંસ્કૃતિ એવું પાડયુ હતું. પણ વિશ્વઈતિહાસની આગેકૂચે આવા સંકુચિત પ્રલાપેાને આજે જુઠ્ઠા સાબિત કર્યા છે, તથા જીવનમાં પૂરવાર કરવા માંડ્યું છે કે સ ંસ્કૃતિ અને સંસ્કારના વ્યવહાર આખા જગત માટે એક છે, અને આંતરરાષ્ટ્રીય છે. જૂના સમયમાં પણ સંસ્કૃતિનું જે સ્વરૂપ એક રાષ્ટ્રમાં રાષ્ટ્રિય દેખાતું હતું તે સ્વરૂપ તે સમયમાં કેવળ રાષ્ટ્રીય નહેાતું, પણ જૂનું સ્વરૂપ પલટાઈને જ્યાં શકય હાય ત્યાં નવું રૂપ ધારણ કરતું હતું અને અનેક રાષ્ટ્રોમાં ફરતું હતું તેવી ઈતિહાસની સમજણુ હવે આવવા માંડી છે. સંસ્કૃતિનું આ રૂપ માનવજાતને પ્રાણવાયુ ખનીને જીવનની પ્રગતિને વાવટા ફરકાવતું જીવતું રહ્યું છે. એટલે જ આજે જ્યારે વિશ્વના વાતાવરણમાં ક્ષુદ્ર લેાભમાંથી જન્મેલા અને સંહારની રચના કરતા શાહીવાદી પાશવતા જેવા સંસ્કૃતિ વિરે।ધી વર્તાવ નાગાસાકી જેવાં નગરાનું ખૂન કરે છે ત્યારે, અને અણુમેબના ધડાકાએ કરને મેાતની ચીચીઆરી કરે છે ત્યારે પણ વિશ્વઈતિહાસની વિણા પર સાલેન, અને સેક્રેટીસના, ગૌતમ અને ઇસુના, ગેલેલિએ અને આકીમિડીસના, એકન અને લીએનાર્ડીના; તથા લેનિન અને લિંકનના અને ટાગાર તથા ગાંધીના, સંસ્કૃતિના શબ્દો વિશ્વ ઈતિહાસના ઊ ંબર પ્રદેશ પર પ્રકાશમય બનીને ઉમેલા દેખાય છે. આ અનાહત નાદ રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના સંસ્કાર વ્યવહારનેા પયગામ બનીને નૂતન આંતરરાષ્ટ્રિય સંસ્કૃતિના વિરાટ ઝંડાધારી જેવું પશિલમનું સ્વરૂપ ધારણ કરે છે. ત્યારે આજના નૂતન ઉત્થાનના યુગના આરંભ, આજે વિધઇતિહાસની સમજણને અને વિશ્વધૃત્વના સહકારી જીવન વ્યવહારને આંનવા બનાવી દે છે. એટલે જ આજે જ્યારે વિશ્વઈતિહાસની સમજણુ અનિવાય અને છે ત્યારે આપણા દેશમાં કે કૈાઈ પણ દેશમાં જે જે બિનાએ બને છે તે તે બિનાઓને માપવાનું કે સમજવાનું કારણરૂપ કાઇ લશ્કરી સંસ્થાઓ, રાજકિય કાવત્રાંઓ, કે સંકુચિત બનાવામાં જ આપણે નહીં શોધી શકીએ. તેનાં કારણેા આપણે હવે વિશ્વઈતિહાસની સમજણુ વિના શોધી શકીએ, તેમ નથી, આજના
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy