SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન ઈતિહાસને સાગર-સમ્રાટ અને શિક્ષક, ફિનીશીયા ૨૦ રૂપ ધારણ કર્યું હતું. આ ખલાસીઓ ખુલ્લા સમુદ્રોમાં ઝંપલાવતા હતા. આ લેાકાની સાહસ કથા આપણા ઈતિહાસે સધરી નથી પણ ત્યારના અણુખેડેલ પ્રદેશા પર આ સાહસિકા ફરવા માંડયા હતા. આ સાહહિસાનાં ડૂબી જતાં જહાજો અથવા તેમનાં શમી જતાં શખાની કાઇપણ નિશાની સમુદ્ર પાતાની સપાટી પર રહેવા દેતા ન હતા. આ સાહસિકા પોતાની સફરને અટકાવ્યા વિના આકાશની અંદર સીમા ચિહ્નો શોધતા હતા તથા તારાઓના અભ્યાસ કરીને સમુદ્રની સપાટીને સમજતા હતા. આવી સફ્રા ખેડનારા વિશ્વતિહાસના રાજદૂત જેવાં ફિનીશીઅન જહાજો હતાં. આ ફનીશીઅન જહાજે ઈ. સ. પૂર્વે ૨૦૦૦ વર્ષ પર્ મેલકાના સ્થા આગળ અટકવાની ના પાડતાં હતાં. મેલકા ફિનીશીયાના ટાયર નામની નગરીની દીવાલે બાંધનાર એક મેટા ફ્રિનીશીઅન ઇજનેર હતા. “ હવે કાઇ આગળ વધશેા નહિ... ” એવું ભચિહન બતાવવા એણે એક સમુદ્રના એક ખડક પર માટા સ્થંભા ઉભા કર્યાં હતા. એણે આ સ્થંભો પર મોટા અક્ષરે લખ્યું હતુ કે “ અહિથી tr ,, અટકી જાઓ.' ફિનીશીયન જહાજો ત્યાં આગળ પણ અટકયાં નહીં અને તેમણે અજ્ઞાત જગતને શોધી કાઢવા અનત એવા મહાસાગરમાં પ્રયાણ કર્યું". આ લાકા સેમીટીક જાતના યદી જેવા લોકેા હતા. આ ફિનીશીયનોના પ્રદેશ ભૂમધ્યના કિનારાના પ્રદેશ હતા. પેાતાના આ કિનારાના પ્રદેશ પર તેમણે વહેપારના કિલ્લા જેવાં એ મેટાં નગર ખાંધ્યાં હતાં. એક નગરનું નામ ટાયર હતું અને ખીજાનું નામ સિડાન હતું. આ બન્ને નગરે મોટાં વેપારનાં મથકા હતાં. વાણિજ્યના આ મોટાં મથામાંથી લાલસમુદ્રમાં અને કે ભારતની સિધુ નદી સુધી તેમનાં જહાજો જતાં હતાં. બ્રાલ્ટરને પેલે પાર તેમણે સિસીલી સાથે વેપાર ખેડવા માંડયા. પશ્ચિમના સમુદ્રોમાં ગ્રીસ, ઇટાલી અને સ્પેનની ધરતી પર તેમણે પ્રવેશ કર્યા હતા. પ્રાચીન ઇતિહાસના આ રાજદૂત જેવાં આ વેપારી જહાજો જગતને માઢું બનાવતાં હતાં, તેના નવા નકશાએ દારતાં હતાં તથા નવા નવા પ્રદેશ પર પાતાના વેપારનાં મથકેા ઉભાં કરતાં હતાં. આ મથકાને તે સંસ્થાના કહેતાં હતાં. સાદાગરા હતા. વિશ્વષ્ટ આ રાજદૂતો એ એમની વિશ્વ તિહાસની વાણિજ્યની સંસ્કૃતિના આ તિહાસના જીવનવ્યવહારના સ્વરૂપોની આપલે કરનારા જીવન ધટનામાં એમણે સ્વીકારેલું મૂલ્ય સુવર્ણનું અને નફાનું હતું. યુરોપને આલ્ફાબેટ દીધી આ સાદાગરાએ જગતના ઇતિહાસમાં ઈતિહાસના રાજદૂતા તરીકેનું સૌથી મોટું કામ રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેની સમજણ માટેનુ, ભાષાની આપલેનું
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy