SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ પ્રાચીન ઈતિહાસને સાગર-સમ્રાટ અને શિક્ષક, ફિનીશીયા. જગનેને જુનો સાગર-સમ્રાટ–ફિનીશીયા ઈજીપ્ત અને બેબીલેનીઆ પછીથી સંસ્કૃતિને દેખાવ ભૂમધ્યના કિનારાની દેસે માઈલ લાંબી અને દશ ડગલાથી માંડીને વધારેમાં વધારે ૩૫ માઈલ પહોળી એવી પટ્ટી પર ત્યારે ક્યારનેએ દેખાવા માંડ હતો. ભૂમધ્યના કિનારાને આ જમીનની પટ્ટી જે પ્રદેશ વાણિજ્ય સંસ્કારનું શિખર બનીને પિતાનાં જહાજોની શઢની પાંખો ફફડાવતું ત્યારના જગતની બધી દિશાઓના પ્રદેશોનાં કમાડો ઠેક્ત પ્રાચીન જગતનું વેપારી સામ્રાજ્ય બનવા માંડયું હતું. પટ્ટી જેવા કિનારાને આ પ્રદેશ આફ્રિકાના પશ્ચિમ કિનારેથી દૂર દૂર એક છેડે એટલાં ટિકન ટાપુ પર અને બીજે છેડે ભારતના ચિનાબ અને રાવીનાં નગરો સુધી વાણિજ્ય રૂપવાળાં પિતાનાં કિનીશીઅન જહાજોને લઈને પ્રાચીન જગતમાં પિતાના વેપારી સામ્રાજ્યને વાવટો ફરકાવતું હતું. વાણિજ્ય સંસ્કૃતિનું આ રૂપ વિજેતાની જેમ દીપી ઉઠયું, અને વ્યાપારની ઝડપ ધારણ કરીને એણે આખા જગતને જાણે જીતવા માંડ્યું. વાણિજ્ય સંસ્કારના આ વિજયે ત્યારના જગતને એક જગત બનાવ્યું તથા જુદા જુદા પ્રદેશની રીત ભાતે અને વર્તનના વ્યવહારને તેણે એકબીજાના સંસર્ગમાં આણી દીધા. ફીનીશીયાએ એ રીતે ઈતિહાસમાં પહેલીવાર પૃથ્વીની શેધ કરવાનું સાહસ રૂપ ધારણ કર્યું. એણે આફ્રિકાની પ્રદક્ષિણું કરી. ફિનીશી આની ધરતી પર સાગર ખેડવાની જાણે પહેલી નિશાળ શરૂ થઈ હવે ઈતિહાસ સાથે પ્રાચીન જગતની ભૂગોળ પણ નવી બનવા માંડી હતી. નવા નવા ટાપુઓ પર્વ અને પ્રદેશનાં નવાં નવાં નામ પડવા માંડ્યાં હતાં. માણસોના સમુદાયે આજસુધી બહુ જ મોટી સંખ્યામાં ધરતીના પટ પર ફરતાં હતાં. હવે આગળ વધતા ઈતિહાસમાં સાહસિકેએ ખલાસીઓનું
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy