SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ વિકવ ઈતિહાસની રૂપરેખા કર્યું. જ્યાં જ્યાં ભાષા હતી, શબ્દ હતા, લિપી હતી ત્યાં ત્યાંથી તેમણે તે ઉપાડ્યું અને તેમણે યુરોપ માટે મૂળાક્ષરોની પહેલી વાર રચના કરી. આ ફીનીશીયનોએ સિંધુ પરનાં નગર પરથી, સુમેરીયને પાસેથી, ઈજીપમાંથી ભાષાના અક્ષરે અને શબ્દોને લઈ જઈને તેની આપલે તે સમયના આખા જગત પર કરવા માંડી. આ અક્ષરના સ્વરૂપના અક્ષરોમાં પણ તેમણે ઘણા ફેરફાર કરી નાખ્યા. “આલ્ફા અને બિટા' નામના એ અને બી અક્ષર પરથી તેમણે આલ્ફાબેટ' નામ દીધું. ઈજીયન સમુદ્રમાં અને ગ્રીસમાં આ લેકે આલ્ફાબેટને લઈ ગયા. ગ્રીકાએ તેમાં થોડા અક્ષરે ઉમેર્યા પછી આ મૂળાક્ષરે ઈટાલીમાં પહોંચ્યા. રોમન લોકોએ આ બારખડીને પશ્ચિમ યુરોપમાં ધુંટાવવા માંડી. એવા આ વિશ્વઈતિહાસના કિનીશીયન નામના રાજદૂતેએ માટીનાં વાસણે બનાવવાની અને કપડાઓ બનાવવાની કલા, ધર્મની માન્યતાઓ દેશપરદેશની રીતભાતે લખવાની કલા અને ગુલામો આ બધું એક દેશથી બીજે દેશ પહોંચાડ્યું. આ ફિનીશીયન જહાજ પર સાહસિકો ભેગો લહીયે અથવા નોંધણી કામદાર પણ રહે. આ લહીયાનું કામ દેશ પરદેશ વિષેની તમામ ને કરવાનું હતું. નો છે , - --- - - --- Sફe • • - - - a - - , - અતિ પ્રાચીન સંસ્કૃતિના અર્ધચંદ્રકને વેપારી ગઢફિનીશીયા ફરીવાર, નકશા તરફ દેખે. છતમાં આરંભ પામીને સંસ્કૃતિને ચંદ્રક અરધું કુંડાળું ફરી વળ્યું છે. ઈજીપ્તમાં આરંભ પામીને, મેસેમીયા અને ઈજીઅન ટાપુઓ પર ફરી વળીને, ગ્રીસ પર બે સૈકાઓને ઝગમગાવીને, આ અર્ધચંદ્રાકારમાં ઈજીપશીયન બેબીલેનીયનો, ફીનીશીયને અને યહુદીઓ તથા ઈરાનીયને અને સિંધુ માનની સંકાર કથાઓ આલેખાઈ છે. આફ્રિકાના ઉત્તર કિનારા પરથી હવે ભૂમધ્ય સમુદ્રના પશ્ચિમ વિભાગ પર સંસ્કૃતિની વિશ્વઇતિહાસની ત જલે છે. ભૂમધ્યના આ કિનારા પર અતિ પ્રાચીન સમયથી એક મોટું વેપારી મથક એકધારો વિકાસ પામ્યા કર્યું છે. કિનીશીયાનું ઉત્તર આફ્રિકાના કિનારા પરનું, વિશ્વનું આ વાણિજ્ય મથક હજુ લય નથી પામી ગયું. કિનીશીયનની કાર્ટ—હાશાર નામની એ
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy