SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ ઈતિહાસની રૂપરેખા ૨૩૦ રામન લેાકશાહીનું જીવન-રૂપાંતર નગરરાજ્ય તરીકે શરૂ થયેલું રામ-નગર હવે ઇટાલીના પ્રદેશથી દૂરદૂરના પ્રદેશાને તીને એક માટું સામ્રાજ્ય બની ગયું, હતુ. એટલે એ જ્યારે નગર રાજ્ય હતુ. ત્યારે સ્વદેશમાં જેવું એનુ સ્વરૂપ હતુ. તેવું એનું સ્વરૂપ આજે રહ્યું નહેાતુ. સામ્રાજ્યનું માલિક બનેલું રામનગર પેતે પણ રુપાંતર પામી ચૂકયું હતું, તથા વિશ્વનું સામ્રાજ્યવાદી પાટનગર બન્યું હતું. સામ્રાજ્યને જીતીને આ રેશમનગરમાં પાછા આવતા સરદારા અને શાસક બનેલા શ્રીમતા લૂંટના ઢગલાએ મેળવીને આનંદની ઉજાણી કરતા હતા, તથા પોતાને માટે અને પેાતાનાં દેવદેવીઓ માટે ઈમારત ચણાવતા હતાં. જૂનુ રામનગર પેાતાની સાદાને માટે મગરૂર હતું. આ નવું રેશમનગર હવે મગરૂર અશ્વની સામ્રાજ્ય શાયી મગરૂરી ધારણ કરતું હતું તથા સાદાથી શરમાતું હતું. આ નૂતન રેશમનગર ભ્રમષ્યના જગતનુ માલિક હતું. સામ્રાજ્ય બનેલી નૂતન રેશમનગરની સરકારનું રૂપ શ્રીમંતોની સરકારનું, શ્રીમતે વડે ચાલતી સરકારનુ અને શ્રીમંતાના જ હિત માટે ચાલતી સરકારનું બન્યું. આ સરકારનાં સ્વરૂપમાં અને રેશમનગરના રાજના વનવહિવટમાં જમીને અને કારખાનાઓની માલિકી ઉપરાંત એક નવી મિલ્કત શરૂ થઈ ગઈ, આ નવી મિલ્કતનું રૂપ લાખા ગુલામા હતાં. આ ગુલામેામાં નૂતન રેશમનગરનું અકારણ પોતાની મૂડી રોકતું હતું અને તેમની પાસે યાતનાઓથી ઉભરાતી ગુલામી કરાવતું નફા નિપજાવતું હતું. જૂના રામનગરમાં હતાં તેવાં ખેડૂતો પણ હવે ઈટાલીની ધરતી પર દેખાતાં ન હતાં. આ જૂવાન ખેડૂતાનાં રામન લશ્કરો બન્યાં હતા. આ લશ્કરી એક પછી ખીજા દેશા જીતીને જ્યારે પાછાં ઇટાલીની ધરતી પર આવતાં હતાં ત્યારે તેમની જમીના પડતર પડેલી દેખતાં હતાં, તથા ખરીદાઈ ગયેલી તેમની જમીને પર શ્રીમંતેાની વંડીઓવાળા નવા બાગબગીચાને પણ દેખતાં હતાં. અનાજના ઢગલા પણુ આ સામ્રાજ્ય માટે બહારના દેશમાંથી આવતા હતા. લશ્કરી સેવા માટે ઉમ્મરલાયક નહિ ગણાતા ખેડૂતો ઇટાલીના નગરાપર ભીખ માગતા ફરતા હતા. સામ્રાજ્યના નગરનું આવું નૂતનરૂપ વિકસતું હતું. સામ્રાજ્યશાહીનું નવું નગર રામ કહેવત પ્રમાણે આખી દુનિયાના બધા રસ્તાએ રામ સુધી પહેાંચતા હતા અને રામમાંથી પસાર થતા હતા. વિશ્વના ઇતિહાસે પણ રામ નગરને પેાતાનું મથક બનાવવા માંડયું હતું. જગતના માનવ સમુદાયાની પગદંડીની
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy