SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન યુગનો મધ્યયુગી અંકોડ, રામ ૨૩૧ રેખાઓ રેમ નગરમાં દેખાતી હતી. ખીણો, પર્વત, નદીઓ કે રણોની સરહદો ભૂંસાઈ જતી હતી. રેમ નગરમાંથી દૂર દૂરના રસ્તાઓ રેમનગરમાં જમા થએલી માનવસમુદાયની પગદંડીઓમાં દેખાતા હતા. ઈટાલી દેશનું પાટનગર એની સરહદે પડેલા આલ્પસ પર્વતને ટપી જઈને જાણે દૂર દૂર પહોંચી ગયું હતું. આ બધા રસ્તાઓનું વહિવટી મથક રેમનગર ફેરમ નામને નગરચેક હતું. આ નગરચોકમાં રોમન સામ્રાજ્યની સીનેટ નામની સરકારી કારોબારી વહિવટ ચલાવતી. આ વહિવટ દક્ષિણમાં સિસલી સુધી, ઉત્તરમાં રાઈન સુધી, અને પૂર્વમાં બેસફરસના બેઝન્ટીયમ સુધી પહોંચ્યો હતે. મનગરથી નીકળતા રોમન શહેનશાહતના અધિકાર નદીઓ પર પૂલ નાખીને અને સમુદ્ર પર જહાજે ચલાવીને દૂર દૂર એથેન્સ સુધી અને આફ્રિકા સુધી તથા ઠેઠ બ્રિટન સુધી પહોંચી ગયા હતા. આ બધા પ્રદેશ પર રેમની શહેનશાહને પિતાનાં સંસ્થાને સ્થાપ્યાં હતાં. આ સંસ્થામાંથી દરિયા રસ્તે જહાજોમાં ભરાઇને તથા જમીન રસ્તે વણઝાર પર લદાઈને માલના ઢગલા રામનગરમાં પહોંચતા હતા. લાલ સમુદ્રને નાઈલ નદી સાથે એક નહેર મારફત જોડી દઈને વહાણો એલેકઝાન્ડ્રિયા નગરમાંથી નાઈલ નદીને રસ્તે લાલ સમુદ્રમાં પહોંચતાં હતાં. આ જહાજમાં દૂરદૂરના ચીન દેશમાંથી રેશમના ઢગલા આવતા હતા આ બધું રેમન શહેનશાહતનું સ્વરૂપ હતું. ઓગસ્ટસ નામના રોમન શહેનશાહે એક મોટી વિશાળ ઈમારત ચણાવીને તેમાં રોમન સામ્રાજ્યને માટે નકશો તૈયાર કરાવ્યું હતું. આ નકશા પર ત્યારની દુનિયાના બધા દેશે ચિતરાયા હતા. આ સામ્રાજ્યમાં ઈજીપ્ત દેશ, રેમન શહેનશાહતને અનાજને કોઠાર હતા, તથા ત્યાંથી ચળકતા પથ્થર, તાડપત્રો, તથા સુશોભિત કાચનાં વાસણો આવતાં. આ નકશામાં ચિતરાયેલે ગ્રીસ દેશ રોમન સામ્રાજ્યને આરસપહાણ આપતે હતે. રોમન સામ્રાજ્યની સરકારને પીવાને દારુ ચીએસમાંથી આવતા હતા. હીમેટસમાંથી મધ આવતું હતું. સેમેસમાંથી મેરપંખીઓ આવતાં હતાં અને મેનેસમાંથી હંસ આવતા હતા. સામ્રાજ્યનું સંસ્થાન બનેલે સ્પેન દેશ અનાજ, દારૂ, મીણ, ડામર, રૂપું તથા સેનું મેકલતે હતે. ગેલ પ્રદેશમાંથી દારૂ અને ગુલામો માટેનું લાલ કાપડ આવતું હતું. દૂરનું લંડન નગર પણ આ સામ્રાજ્યનું સંસ્થાન હતું અને ત્યાંના બ્રિટન દેશમાંથી લોઢું આવતું હતું. યુરલ પર્વતમાળ નીચેની લ્ગા નદીના કિનારા ઉપરથી વરૂઓનાં ચામડાં તથા સોનેરી રેતી સામ્રાજ્યના રામનગરમાં આવતી હતી. ઓઝોનના દરિયા પરથી ગ્રીક ખલાસીઓ સામ્રાજ્ય માટે તેનું અને ઊન લાવતા હતા. ભારત
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy