SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ વિAવ ઈતિહાસની દિપાવલી એમ કહીને ટિબેરિયસે ઓગસ્ટસને, આખી દુનિયાનાં દેવળમાં ભગવાન બનાવીને બેસાડવાનાં ફરમાને કાઢયાં. દેશદેશના ભગવાન, સાથે છેલ્લો સીઝર હરીફાઈ કરવા લાગે. પણ દેશદેશના બધા ભગવાનની બધી પ્રતિમાઓ તે કયારનીયે મરણ પામીને પૂતળાંઓ બનીને અહીં રોમનગરના, એગ્રિપાએ ચણાવેલા પન્થીઓન નામના, મહા વિશાળ દેવાલયમાં આવીને બેસી ગઈ હતી. જગતના બધા ધર્મોએ પિતાનાં પરાજિત દેવલાંઓને, રોમન શહેનશાહતને શરણે મોકલી આપ્યાં હતાં. ઓગસ્ટસના જમાઈએ, એશિયાએ, પિશ્વિનનાં દેવળની વિશ્વદેવળ તરીકે રચના કરાવી હતી. કેવું ભવ્ય હતું, આ પિસ્થિઓન! અહીં અનેક સ્તંભો પાછળથી રામન કુમારિકાના માથા પરથી સાપના ભારા જેવી, સુંદર શિખાના વાળ ઊડે છે. મોટા મિનારા જેવા સોળ રતંભન લાલ અને લીલા રંગ પર રોમન સીઝરોની હત્યારી સેનાઓના પડછંદ બોલે છે. આ સૌને સથવારામાં જગતના હૈયાપર ધબકતો બેઠા હોય તેવો ગોળાકાર દેહ, મહા વિશાળ શિખરને ડામ પહેરીને બેઠા છે. આ મહાકાય શહેનશાહતની દૈવી તસવીર જાણે ભયાનક આંખ ખોલીને દેવળના અંતરમાં, સૂરજનો પ્રકાશ ઝીલે છે. આ પ્રકાશની સાક્ષીમાં, દેશદેશની ધરતી પરથી વિશ્વક સમુદાયોએ સેવેલી દેવતાઈ પ્રતિમાઓ, ત્યારની માનવતાના સળગતા નિઃશ્વાસમાં આજંદ કરતાં સ્વપ્નની હુંફને સાચવી રાખીને અહીં બેઠી છે. વિશ્વ-ઈતિહાસના ચેપડા જેવી, આ વિશ્વ–ધર્મના સંગ્રહસ્થાન જેવી પ્રતિમાઓમાં સિરિયાને ભગવાન તાક્રુઝ અને ગ્રીસને ડિઓનીશીયશ અહીં બેઠા છે, અને એ બંને “એડોનિસ ઉઠ અને ઉપર ચડ!” એવી લોકધર્મની બૂમરાણ સાંભળવા જાણે કાન માંડે છે. કેપેડેશિયામાંથી, મા નામની દેવીની પ્રતિમા, આયોનિયા, ફીજિયાની માતા, એટિસ, વસંતની રાહ જોતી પિતાના લેકીને અવાજ સાંભળવા ઉત્સુક છે. ભારતના ગૌતમની પ્રજ્ઞાનું પાન કરતી હોય અને પ્રજ્ઞાને પાર પામવા, પ્રશાંત બની હેાય તેવી અને પ્રજ્ઞાપારમિતાની સહેદરા બની હોય તેવી પિતાના ફરજંદોની ચિંતામાં ઉદાસ બનેલી, અનંત જીવનની આકાંક્ષા ધારણ કરી રહેલી, પ્રણયની નજર ઠેકવતી, કાળની સીમાને વિનવતી ઈજીપ્તની ઈસીસ, કહે છે, “હવે તે ઊઘાડે, ઉષાનાં દ્વાર!” અને જાણે જવાબ દેતી હોય તેવી ભૂમધ્ય સાગરમાંથી પ્રસવ પામેલી, એસિરીસ પિતાના અરૂણ જેવા જન ફરજંદ હેરસને પિતાના હાથમા ઊંચે કરીને બતાવે છે ૨૭ ,
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy