SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦. વિઝવ ઈતિહાસની દિપાવલી ઈસવીસનના આરંભ પહેલાં પછી રોમન શહેનશાહે પેલેસ્ટાઈન પર રાજ કરવા હીરેડની નિમણુક કરી. હિરેડે રેમન સામ્રાજ્યવતી શાસન શરૂ કર્યું અને પેલેસ્ટાઈનના પાટનગર જેરૂસાલેમને નવા રૂપમાં મઢવા માંડ્યું. જે ઓગસ્ટસ સીઝર રોમનો શહેનશાહ હતા તેજ, એન્ટિપેટરને દિકરે હીરેડરેશમના શહેનશાહને નિમેલે, પેલેસ્ટાઈનને શહેનશાહ હતો. મન શહેનશાહતથીય વધારે વિકરાળ બનીને પેલેસ્ટાઈન પર, જુડિયા પર, રેમના કાનૂન પ્રમાણે એ વહિવટ કરતે હતો. એણે જુડિયાના પાટનગર જેરૂસલેમમાંથી બળવારેની કતલ થઈ ગયા પછી, ધર્મગુરુઓની નવી નિમણુક કરી હતી. દમાસકસથી એણે નિકોલસને પિતાને ઈતિહાસ લખવા બેલાવ્યો હતો. જેરૂસલેમના વિશ્વવિખ્યાત દેવળ પર એણે સીઝરની પ્રતિમાઓ ઊભી કરી હતી અને રોમમાં થતી હતી એવી સાઠમારીઓ માટે મોટાં ક્રિડાંગણે બંધાવ્યાં હતાં. નવા બનતા જેરૂસલેમની છબીને એણે રેમન રૂપમાં મઢી હતી. સાઠમારીઓમાં, ગુલામે નગ્ન દેહ, એકમેકને કાપી નાખવાની કુસ્તીઓ ખેલતા હતા. રેમન નવીનતા અહીં બધી લાજ શરમ છોડીને હવે વિહરવા નીકળતી હતી. નગ્ન પૂતળાંઓ, નૂતન જેરૂસલેમના નવીન રૂપનો શણગાર સજતાં હતાં. રેમન શહેનશાહતના મંડપ જેવી આ જ્યુડિયાની નગરી જાણે આખરે નમ્ર બનીને, સીઝરની પ્રતિમાને, પિતાના દેવાલયમાં બેસવા દેતી હતી. આ બધા નવા સાજને સજનારે, શહેનશાહ હિરેડ; હવે રેમની આજ્ઞાથી, ગ્રીસ અને સિરિયાપર હકુમત વર્તાવત, રેમનરૂપવાળે, ને મહાલય બંધાવત હતા, અને નવી વાટિકાઓ વવડાવતે હો, તથા નવા રંગરાગ સજાવતા હતા. મેરિયાતની ટેકરી પર, રેમન સ્તંભ પર ચણાઈ ચૂકેલું જ્યુડિયાનું સૈકાઓ જૂનું દેવાલય નવું રૂપ ધરતું હતું. રેમન શિસ્ત સજીને જ્યુડિયાને જૂને દેવ યાહહ પણ અનેક પશુઓના ભેગના આસ્વાદ લેત, અખંડ સળગતી વેદિ સામે ઊભો હતો. જે હિરેડ મહાન હતા તે યાહહ રેમન શહેનશાહતની પા વડે મહાન બન્યો હતો. આ ભગવાનને નિરખવા અને આરાધવા જુડિયાનાં લેકે પણ વરસમાં એકવાર ઉજવાતા મહાન ઉત્સવમાં હવે આવવા માંડ્યાં હતાં અને પિતાના પાટનગરના દેવાલયોની નવી ભવ્યતા દેખતાં, જુડિયાને સંહાર કરનાર, મન શહેનશાહત અને તેને હાકેમ હીરાડ ન સાંભળે તેમ, શરીર વિનાના, ભગવાન યાહને તેમની લેકવાણી કરગરતી કહેતી હતી, “તું આવી પહોંચીશ એકવાર, આ ભૂમિપર, ભાર ઉતારવા, ભગવાન !"
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy