SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ વિકવ ઈતિહાસની રૂપરેખા જુડિયા પર મોકલી આપ્યું. શહેનશાહ ઓગસ્ટસની પ્રતિમા રોમન સામ્રાજ્યના તમામ ગુલામ દેશનાં દેવળોમાં ભગવાનની પ્રતિમા સાથે ગોઠવાઈ ગઈ હતી. ઓગસ્ટસનું ફરમાન જેરૂસલેમમાં પણ પહોંચી ચૂક્યું. આ ફરમાનને અનાદર કરતાં જુડિયાએ રોમન સામ્રાજ્યની શહેનશાહત સામે બળવો પુકારવાની સાહસ જેવી હિંમત જાહેર કરી અને સંસ્કારદિપક જેવું જુડિયા તફાન સામે એકલું ઉભું. રોમનની લીજીઅને જેરૂસલેમ પર આવી પહોંચી. જુડિયાને માનવ સમુદાય એક ઈશ્વરને યાદ કરતા અને આઝાદીની બાંગ પૂકારતે રેમન શહેનશાહત સામે અથડાયો. રેમન સામ્રાજ્યને સોનાના ગરૂડવાળો રાજદંડ જેરૂસલેમની ધૂળમાં તૂટી ગયેલે પડ્યો. કદિ પરાજય નહીં પામતી લીછઅને અહીં પરાજય પામી. પછી વધારાનાં મન લશ્કરે આવી પહોંચ્યાં અને જેરૂસલેમને ઘેરે નાખીને પડ્યાં. શહેનશાહને દિકર પિતે સેનાપતિ બનીને આવ્યું. જેરૂસલેમની આસપાસની ધરતી રેમન લીજીઅોના હલ્લાઓથી હચમચી ઊઠી. જેરૂસલેમનાં પાદરમાં ખાઈઓ ખાદીને યહૂદી દિકરાઓ લડવા માંડ્યા. રોમન સામ્રાજ્યને શસ્ત્રસાજ જેરૂસલેમની આસપાસ ઢગલા બનીને તૂટવા માંડયો. જેરૂસલેમમાં આવતાં તમામ દાણોપાણું બંધ થઈ ગયાં. જેરૂસલેમમાં ભૂખે મરતે જુડિયાને જન સમુદાય એક વર્ષ સુધી લડયા કર્યો. જેરૂસલેમમાં ભૂખે મરતાં અને લડાઈમાં મરતાં યહૂદીઓના શબના ઢગ ખડકાયા કર્યા, પણ જેરૂસલેમે શરણ સ્વીકારવાની ના પાડી, અને સંસ્કાર મૂલ્યના આ સ્વરૂપે “સાલામ”ને શાંતિમંત્ર ઉચ્ચારતાં કેસરીયાં કર્યા. છેવટે વિશ્વ આઝાદીનું આ પાટનગર અને વિશ્વ સંસ્કૃતિનું આ સંસ્કાર નગર પતન પામ્યું ત્યારે આખા નગરમાં મન વિજેતાઓના હાથમાં એક પણ વતું પ્રાણું આવ્યું નહિ. : પછી રેમન વિજેતાઓ જેરૂસલેમના એક ઈશ્વરના વિશ્વવિખ્યાત દેવળમાં પિઠા. આ દેવળની વિશાળ વ્યાસપીઠ ઉપરથી રોમન સૈનિકે ઉપર બાણોને વર્ષાદ વળે. નિરાકાર એવા એક ઈશ્વરની છેલ્લી આરાધના કરનાર જુડિયાના ચૂંટાયેલા આ દિકરાઓ હતા. તેમણે પિતાના રૂધિરના છેલ્લા બુંદ વડે એડનાઈ”ની આરાધના કરી, અને મરતાં મરતાં ધર્મસ્તોત્રના લલકાર કર્યો, તથા ગલીચ એવી મૂર્તિપૂજાને પડકારી. રોમન શહેનશાહતના વિજય ધ્વજ જેવી જેરૂસલેમના સૌથી ઊંચા દેવળની આગના ભડકા સળગ્યા કર્યા. સળગી રહેલા દેવળમાં પછી મને એ શહેનશાહ ઓગસ્ટસની અને સોનેરી ગરૂડની સ્થાપના કરી, તથા ભગવાન બનેલા શહેનશાહની આગેવાની નીચે દેવદેવીઓના દરજજા ગોઠવ્યા.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy