SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન ઇતિહાસના જાતિ ર ૧૫મ એથેન્સની એકલેસિયામાંથી-ધારાસભામાંથી લેાક સમુદાયને હાંકી કાઢાયો. જાલીમા નામે પંકાયેલા ત્રીસ જણની કમિટી ત્રીસની સ્પાર્ટન સરકાર બની. સુવર્ણ યુગના અકિંચન ચિંતક, સાક્રેટિસ ત્યારે આ યાાસ્થલીની માટીને સુધા સોક્રેટિસ ચિંતાતુર બનીને કહેતા હતા. k 21 આ વિશ્વ–નગરના બજારમાં લાદેલી કિંમતી વસ્તુઓના ઢગલા હું દેખું છું ત્યારે મને લાગે છે કે એમાંની એક વસ્તુની મને જરૂર નથી હાતી અને અકિચન એવા હું, મારી પણ એ દોલતમીને જરૂર નથી રહી. છતાં એથેન્સને મારી જરૂર છે. એના આ સમયે, હું એને છેાડી જાઉં ? આ જ ધરતી પર ધણાં વરસો પર ઝેનેા આવ્યા હતા. એણે મને, “ ડાયેલેકટ્રિક ’’ શિખવ્યું, “ડાયેલેકટિક બનીને આજે મારા અંતરમાં એ ખેડા છે. એનેકઝાગારાસ, પેાતાનું માથું બચાવવા આ નગરમાંથી નાઠે ત્યારે તેણે પેાતાના વિદ્યાથીને, મીલેટસને મારી પાસે એક થાપણુ લઈ તે મેાકલ્યા હતા, અને કહાવ્યું કે સાક્રેટિસને કહેજે કે,આ મહાનગરની મેધાની સાચવણી કરે. હું એ સોંપણને કાને સાંપીને જાઉં ? મને પ્રોટાગેારાસ પણ યાદ આવે છે, એબડેરાના એ મહામાનવ, એથેન્સથી નાઠા હતા. પણ સિસીથી જતાં રસ્તામાં જ ડૂબી મર્યાં. સૌથી મોટા, ડેમોક્રિટસ ! જેવા ભારતના કણભુક તેવા ગ્રીસના એ વિજ્ઞાનપિતા ! એનાં પગલાં જે ધરતી પર પડ્યાં છે. તેને હું આ અતવેળાએ ત્યજી જઈ શકું જ નહીં.” વીતી ગયેલી યાદનુ સ્મરણ કરતા સંસ્કૃતિના વિશાદની છાયા જેવા આ ચિંતક પાસે પછી, સ્પાર્ટાની જાલીમશાહીની હકુમત નીચે આવેલી એથેન્સની લોકશાહીએ રાજદુતો મોકલ્યા. સાક્રેટીસ ગીરફતાર થયા. પછી ઇતિહાસની અદાલત, ગ્રીસ ધરતી પરના વિશ્વનગર એથેન્સની સંસ્થાગારમાં એડી. આ સંસ્થાગાર પર, સ્પાર્ટાના લશ્કરવાદ એથેન્સના મહા શ્રીમતાના સાથમાં ન્યાયાધીશ બનીને બેઠે, આ સંસ્થાગારમાં ગ્રીક નાગરિકા, હજારાની સંખ્યામાં આ કરૂણ તમાશા જોવા એકઠાં થયાં. ત્યારે ઇતિહાસપિતા, હીરાડાટસ, સેક્રેટિસ કરતાં પંદર વરસથી વધારે વયવાળા હતા. આ ઇતિહાસકાર કરૂંપી ઊઠતા દિલથી ઇતિહાસનું આલેખન ગ્રીસની ધરતી પર ભજવાતુ' દેખતા હતા. અદાલતનું કામકાજ શરૂ થયું. સોક્રેટિસ પર એ આરેાપો રજુ થયા; એક આરેાપ, એથેન્સની સરકારના દેવતાઓને અનાદર કરવાના, અને બીજો આરાપ એથેન્સના જીવાનાને બગાડી મૂકવાના.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy