SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ ઈતિહાસની રૂપરેખા એથેન્સની શાળા એથેન્સ નગરનાં ગુલામ નાગરિકનાં બાળકેનાં છોકરાંઓને ભણાવવવામાં આવતાં ન હતાં.ભણતર મેળવવાનો અધિકાર અથવા સગવડ શ્રીમતિનાં ઉપલા વર્ગ પાસેજ હતી. ઉપલા વર્ગનાં આવા નાગરિકે પિતાનાં દીકરાઓને ગુલામની દેખરેખ નીચે ખાનગી શિક્ષકને ઘેર શરૂઆતનું શિક્ષણ લેવા માટે મોકલતા હતા. જે ગુલામની દેખરેખ નીચે આ નાગરિકોના સંતાન સચવાતાં તે ગુલામ, પીડાગે ગેસનાં નામથી ઓળખાતા. આ ગુલામ, નાગરિકોનાં દીકરાઓને પેલીસ્ટ્રા અથવા ક્રીડાંગણમાં તાલીમ લેવા લઈ જતો. એથેન્સના શિક્ષણના આ બે મૂખ્ય અંગે હતાં. પછી આગળના ભણતર માટે નાગરિકોનાં દીકરાઓ રાજકારણ ભણવા માટે સેફિસ્ટ પાસે જતા, તથા વિજ્ઞાન વૈદુ, અને ગણિત શીખવા માટે ચિંતકેની એકેડેમીમાં જતાં. એથેન્સનું વહિવટીતંત્ર પરિકલીસના સુવર્ણયુગની ટોચ પર પહોંચેલું એથેન્સનગરનું વહિવટીરૂપ હવે એથેન્સના નગર ઘરનું નાગરિકોની લોકશાહીનું રૂપસીધીસાદી લેક આઝાદીની ઘટનાનું રૂપ રહ્યું નહોતું પરંતુ એથેન્સની સમ્રાજવાદી ઘટનાને હકુમતી આકાર ધારણ કરીને ગ્રીક નગરો અને દીપ પર રાજ્ય કરતું હતું. વહીવટનાં આ સ્વરૂપે આજ સુધીનાં નગર રાજ્યની લોકશાહી અને આઝાદીને નાશ માગતાં એથેન્સની હકુમત સામે ગ્રીસ ભૂમિપર એકરાષ્ટ્ર ઘરની અંદર વિભાજીત પરિબળે ઉભાં કરતાં હતાં. આ રીતે લેકશાહીની એકતાને બદલે ગ્રીક રાષ્ટ્ર પર વિભાજીત એવાં યાદવાસ્થળી કરનારાં એકમ રચાતાં હતાં. એથેન્સની હકમતને પડકાર કરીને સ્પાર્ટી પિતાનું હરીફ જુથ જમાવતું હતું. એથેન્સને સુવર્ણયુગ, એક જ રાતમાં સુવર્ણન ઝબકારા નીચે આંતર કલહની યાદવાસ્થળીમાં ઉતરી પડતું હતું. સુવર્ણ યુગમાં જ ગ્રીક ધરતીપર યાદવાસ્થળી સળગી ઊઠી. સ્પાર્ટી અને એથેન્સ બે વિરોધી જૂથ બનીને સમરાંગણ પર આવી ગયાં. પીલેપોનેશિયન યુદ્ધો તરીકે જાણીતી બનેલી આ યાદવાસ્થળીને પહેલો તબક્કો. ઈ. સ. પૂર્વે ૪૫૯ થી ૪૪૬ માં પૂરો થયો. આ આંતરકલહમાં તારાજ થતી ગ્રીક ધરતી પર સુવર્ણયુગની યાદવાસ્થલી ઈ. સ. પૂર્વે ૪૩૧ થી ૪૨૧ સુધીના બીજા તબકકામાં પેઠી. સંહારમાં પ્રવેશેલી ગ્રીક ધરતી પર રેગચાળે પણ ફાટી નીકળે. છેવટે, એથેન્સને પરાજ્ય થયો. સ્પાર્ટીનો વિજ્ય થયે. એથેન્સના વેપારીઓ, બેંકરે અને મહાશ્રીમતિએ, સ્પાર્ટીના લશ્કરવાદની હકુમત સ્વીકારી.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy