SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ ઈતિહાસની રૂપરેખા પછી સોક્રેટિસ નામને ઈતિહાસમાનવ, આ બંને આરોપ સામે પિતાનું બચાવનામું રજુ કરવા ઉભે થયે ત્યારે, વિશ્વ ઈતિહાસની રેખાઓ આ સંસ્કાર જેવા જ્યોતિર્મય જનના અસ્તિત્વથી સ્મિત કરી ઊઠી. - તરત જ, સેક્રેટિસને અવાજ સંસ્થાગારના શ્વાસ થંભાવતા, પથરાયે. “એથેન્સના નાગરિકે! મારા પર તહેમત મૂકનારાઓને તમે સાંભળ્યા છે. તેમણે સત્યને એક શબ્દ પણ કહ્યો નથી પણ જે જુઠાણાં તેમણે કહ્યાં, તેની સાથે તેમણે એમ પણકહ્યું છે કે, હું એક મહાન વક્તા છું તથા તમે મારા કથનથી અવળા દેરવાઈ ન જાય તેની તમારે તકેદારી રાખવી. તમે સૌ એ કેદારી રાખે તેવું હું પણ ઈચ્છું છું.” આજે સિત્તેર વરસની ઉંમરે મારી જિંદગીમાં પહેલી વાર હું મુકદંબે માટે ઉભે છું. અને તેથી મને કાયદાની ભાષા બરાબર બેલતાં ન આવડે તે તમે સૌ મને નિભાવી લેશે, તથા જે સવાલ ઉભો થયો છે, તેની સચ્ચાઈને પારખવા તરફ જ તમારું ધ્યાન આપશે, તેવી હું આશા રાખું છું.” “તમારામાંથી કોઈને મારો ધંધે જાણવાની ઈચ્છા થાય તે હું કહેવા માગું છું કે મારું નામ આ નગરમાં ડહાપણને માટે જાણીતું બન્યું છે. જે ડહાપણુ માટે મારું નામ જાણીનું બન્યું છે, તે ડહાપણ મારી પાસે હોવાની સાબીતિ, ડેલ્ફીના આપણું નગર દેવતાઓએ આપી છે. આ દેવતાઓના ભુવાઓ અથવા “ઓરેકલ' પાસે, આપણું નગરને મશહૂર આગેવાન નાગરિક ચીરેન પિતે ગયો હતો અને તેણે તેમને હિંમતભેર પૂછ્યું હતું કે સેક્રેટિસ કરતાં, ગ્રીસમાં કોઈ પણ માણસ વધારે ડાહ્યું છે ? ત્યારે દેવતાઓએ જવાબ દીધું હતું કે, કેઈ નથી. આ બાબત નિઃશંક રીતે તમે સૌ જાણે છે એટલે તેટલા પૂરતા તમે સૌ પણ મારા સાક્ષીઓ છે. પણ ત્યારથી દેવતાઓના આ કથનને અર્થ હું શેધ હતો. હું જે કશું જ જાણતું નથી, તે સૌથી વધારે ડહાપણવાળો છું, એવા કથનને શો અર્થ થતું હશે, તે જાણવાની ચિંતા મને હતી. એટલે, આ દેવતાઈ કથને અર્થ સમજવા માટે, મેં ડહાપણ માટે જાણીતી વ્યક્તિઓની મુલાકાત લેવા માંડી. આ મુલાકાત લેવા પાછળનો ભારે ઈરાદે, એ હતો, કે મારા કરતાં વધારે ડાહી વ્યક્તિને શોધી કાઢીને, હું સાબીતી આપી શકું કે, ડેલીએ કહેલી દેવતાઓની વાત ખેટી છે.” પણ પછી મેં મુલાકાતે શરૂ કરી તેમાં આજ સુધીની દરેક મુલાકાતેમાં મને માલમ પડ્યું કે, લેકે જેને ડહાપણવાળા માનતા હતા તયા,
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy