SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ છે : મેં આ બધાને પોતાનો પરિવાર માન્યો છે, તેમ તમારે પણ માનવાનો છે. એનો દેહ બીજો છે, એટલા માત્રથી એને પારકા ન માની શકાય. આવી શિક્ષા આપનારા અરિહંતોએ બીજાને પણ છે જીવનિકાયના પ્રેમી બનાવ્યા. * અરિહંત ભગવાન મહાગોપ છે, મહામાહણ છે, નિર્યામક અને સાર્થવાહ છે. અથવા તો એમને કોની ઉપમા આપવી ? આકાશ કોના જેટલું ? આકાશ જેટલું ! રામ-રાવણનું યુદ્ધ કોના જેવું ? રામરાવણ જેવું ! ભગવાન કોના જેવા ? ભગવાન જેવા ! “ઓમ”માં જેન પ્રવચન અ” એટલે વિષ્ણુ. વિષ્ણુ “ધ્રૌવ્ય'ના પ્રતીક છે. “ઉ” એટલે ઉમાપતિ-શંકર. શંકર “વ્યય ના પ્રતીક “મ” એટલે બ્રહ્મા. બ્રહ્મા “ઉત્પાદ'ના પ્રતીક છે. અ + 9 + મ = ઓમ્ કારમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય રૂપ ત્રિપદી છૂપાયેલી છે અને ત્રિપદીમાં સંપૂર્ણ દ્વાદશાંગી છૂપાયેલી છે. આથી જ કહી શકાય કે કારમાં સંપૂર્ણ જૈન-પ્રવચન બીજરૂપે છૂપાયેલું છે. (अकारो वासुदेवः स्यात्, उकारस्तु महेश्वरः । मकारः प्रजापतिः स्यात्, त्रिदेव ॐ प्रयुज्यते ॥) ૧૧૪ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy