________________
માર્ગાનુસારીના પાંત્રીશ ગુણોમાં સૌથી પહેલો ગુણ છે.
ન્યાય સમ્પન્ન વૈભવ.”
આર્યાવર્તની સંસ્કૃતિ ચાર પ્રકારના પુરુષાર્થને વરેલી છે. (૧) ધર્મ પુરુષાર્થ, (૨) અર્થ પુરુષાર્થ, (૩) કામ પુરુષાર્થ અને (૪) મોક્ષ પુરુષાર્થ.
આ ચાર પુરુષાર્થમાં મોક્ષ, પ્રધાન (મુખ્ય) પુરુષાર્થ છે. અને ધર્મ તેનેમોક્ષને-મેળવવામાં અનન્ય સહાયક પુરૂષાર્થ છે. આમ, ખરા અર્થમાં પૂછો તો ધર્મ અને મોક્ષ બે જ પુરુષાર્થ છે.
મોક્ષ સાધ્યરુ૫ પુરુષાર્થ છે.
ધર્મ સાધનરૂપ પુરુષાર્થ છે. આર્ય દેશમાં જન્મેલા પ્રત્યેક માનવનું અંતિમ લક્ષ્ય મોક્ષને જ પામવાનું હોય | જોઇએ. માનવ-અવતારની સંપૂર્ણ સફળતા ત્યારે જ છે જ્યારે આ અવતારમાં મોક્ષ પ્રાપ્તિને માટેની જ સાધના મુખ્યત્વે કરવામાં આવતી હોય. આ સાધનાને જ ધર્મસાધના અથવા ધર્મપુરુષાર્થ કહેવાય છે.
જેના હેયે મોક્ષનું જ લક્ષ હોય.
તેના હેયે ધર્મનો જ પક્ષ હોય. મોક્ષ સુખનો કામી ધર્મનો જ પક્ષપાતી હોય અને ધર્મનો જ આરાધક હોય.
પરંતુ સંસારમાં રહેલા તમામ જીવો માત્ર ધર્મના જ આરાધક હોય એવું બનતું નથી. દરેક જીવની કક્ષા તેની યોગ્યતા પ્રમાણે અલગ અલગ હોય છે.
આ કક્ષાઓના આપણે આ રીતે વિભાગ કરી શકીએ. (૧) સર્વવિરતિધર આત્માઓ :
જેને માત્ર મોક્ષનું જ લક્ષ છે, મોક્ષ મેળવવાની જ જેમને તીવ્ર ઝંખના છે. મોક્ષ સિવાય જેમને બીજું કશું જ ખપતું નથી, એવા માત્ર મોક્ષલક્ષી અને એ મોક્ષને મેળવવા માટે સમગ્ર જીવનને સંપૂર્ણ અને સુંદર રીતે ધર્મમય જીવતા પુણ્યશાળીઓ.
શ્રી જિનેશ્વર પરમાત્માની આજ્ઞાને સદા શિરસાવંદ્ય કરીને આરાધતા અને સઘળાં સાંસારિક પાપોથી પૂર્ણવિરામ કરી ચૂકેલા તે પુણ્યશાળી આત્માઓ એટલે જ સર્વવિરતિધર સાધુ અને સાધ્વીજી મહારાજો.