________________
આ સાધુ ભગવંતો : મોક્ષ પુરુષાર્થને જ ધ્યેય (લક્ષ) રુપે માને છે. અને આ એને મેળવવા ધર્મ પુરુષાર્થને જ જેઓ આરાધે છે. અને આ સિવાયના બે પુરુષાર્થો અર્થ અને કામ પુરુષાર્થ (જેને સરળ ભાષામાં “પૈસો મેળવવાનો પુરુષાર્થ અને ભોગ સુખોને ભોગવવાનો પુરુષાર્થ” કહી શકાય). ને તેઓ સંપૂર્ણ રીતે હેય (તજવા જેવા) માને છે એટલું જ નહિ, અર્થ અને કામ પુરુષાર્થના તેઓ પૂર્ણ રીતે ત્યાગી પણ હોય છે. (૨) દેશવિરતિધર આત્માઓ : " બીજા નંબરના આત્માઓનું પણ લક્ષ તો મોક્ષનું જ હોય છે. અને તે માટે તેઓ ધર્મપુરુષાર્થના આરાધક પણ હોય છે. પરંતુ તેઓ સંપૂર્ણ રીતે અને સંપૂર્ણ જીવન પર્યત જિનાજ્ઞાઓના પરિપૂર્ણ પાલનને આચરી શકતા નથી.
તેઓ સંસારી છે. સાધુ નથી. આથી જ તેમને અર્થ (પૈસો) અને કામ (ભોગો)ની જરુર ચોક્કસ પડે છે. આમ છતાં તેઓ અર્થ (પૈસા) અને કામ (ભોગ) ને સંપૂર્ણપણે હેય માનવા છતાં તેને મેળવવા માટે સમ્યગુ પુરુષાર્થ કરતા જરૂર હોય છે. પણ તેમાંય પોતાનાથી શક્ય એટલાં તમામ પાપોના તેઓ ત્યાગી હોય છે.
મોક્ષ પુરુષાર્થને જ પ્રધાન લક્ષરૂપે માનનારા અને તેને મેળવવા માટે ધર્મ પુરુષાર્થને પણ યથાશક્તિ આરાધનારા પણ સંસારી હોવાથી અર્થ અને કામને સંપૂર્ણ રીતે હેય માનવા છતાં તેના પૂરેપૂરા ત્યાગી નહિ છતાં અર્થ અને કામને મેળવવામાં આચરવા પડતાં અનેક પાપોના ત્યાગી આ આત્માઓને શાસ્ત્રીય ભાષામાં દેશવિરતિધર શ્રાવકો' કહેવાય છે. (૩) સમ્યગ્દષ્ટિ આત્માઓ :
ત્રીજા નંબરના આત્માઓનું લક્ષ પણ મોક્ષનું જ હોય છે. અને તેમનો પક્ષ પણ ધર્મનો જ હોય છે. અને તેથી જ ધર્મના વિરોધી એવા અર્થ અને કામને તેઓ સંપૂર્ણપણે હેય (તજવા જેવા) ચોક્કસ માનતા હોય છે. આમ છતાં તેઓ તેના ત્યાગી હોતા નથી.
આ આત્માઓ પણ દેશવિરતિધર આત્માની જેમ સંસારી જ છે. અને તેથી જ તેમને પણ સંસાર ચલાવવા માટે અર્થ અને કામની જરૂર તો પડે જ છે. આમ