________________
તેને ક્ષેમરાજ વગેરે ચાર પુત્રો હતા. એક દિવસની વાત છે.
પરદેશથી કોઇ વહાણ બંદરે આવીને લાંગર્યું હતું. ક્ષેમરાજ વગેરે ચારે ભાઇઓ ત્યાં સાંજના સમયે ફરવા ગયા હતા. તેમણે પરદેશી વહાણમાં અઢળક સમૃદ્ધ વસ્તુઓ જોઇ. મોંઘેરા રત્નો, કસ્તૂરી, તેજંત્રી વગેરે જોઇને તે ચારેયની આંખો સ્તબ્ધ બની ગઈ.
એકાએક તેમને વિચાર સૂઝયો “આપણા દેશની આબાદી માટે પ્રજાના કલ્યાણને માટે આ તમામ દૌલત લૂંટી લેવામાં આવે તો શો વાંધો ?'
અલબત્ત, લૂંટેલી એ તમામ દોલતને પ્રજાના હિત માટે જ વાપરવી, પરંતુ પોતાના અંગત સુખોપભોગ માટે નહિ જ-એવો એ ચારેયનો દઢ નિર્ધાર હતો.
પણ...પિતાજીનું શું? તેઓ અનીતિના આ ધનને મેળવ્યાની વાત જાણશે તો તેમને કેટલો આઘાત લાગશે !! છેવટે પિતાજીને પહેલેથી જ આ યોજના જણાવી દેવી એવો નિર્ણય લેવાયો.
ચારેય પુત્રોએ ભેગા મળીને પિતાજીને પોતાની યોજના જણાવી ત્યારે પિતા યોગરાજનું મુખ ગંભીર બની ગયું. તેમણે કહ્યું ! “પુત્રો ! સારામાં સારું કામ પણ હલકા રસ્તે કદી ન થાય. પ્રજાની અને દેશની આબાદી માટે પણ પરદેશીના વહાણની લૂંટ ચલાવવી એ તો અત્યંત અયોગ્ય છે.”
“અન્યાય અને અનીતિના માર્ગે પ્રજાને સુખી કરવાનો વિચાર પણ તમારા જેવા આર્ય પુત્રોને માટે શોભનીય નથી. તમારો આ વિચાર જાણીને મને પારાવાર દુ:ખ થયું છે.' - પિતાજીની વાણી સાંભળીને ચારે પુત્રો ચૂપચાપ ખંડમાંથી બહાર નીકળી ગયા, પણ તેઓને પિતાજીની વાતોની કશી જ અસર ના થઇ.
અને...મધરાતે બે વાગે શસ્ત્રસજ્જ સૈનિકોને સાથે લઇને ક્ષેમરાજ વગેરે ચારે ભાઇઓ પરદેશી વહાણ ઉપર તૂટી પડ્યા. વહાણનો તમામ માલ તેમણે લૂંટી લીધો.
સવારે જ્યારે પિતા યોગરાજને પોતાના પુત્રોના આ અપકૃત્યના સમાચાર
૭૧