SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ મળ્યા ત્યારે એમણે પારાવાર આઘાત અનુભવ્યો અને આવા પુત્રોના જન્મદાતા પિતા તરીકે તેમણે પોતાની જાતને અપરાધી ઠેરવી. એ જ સાંજે યોગરાજે ચિતા તૈયાર કરાવીને તેમાં ઝંપાપાત કર્યો. ક્ષેમરાજ વગેરે પુત્રોની અને હજારો નગરજનોની કાકલૂદીભરી કરુણ વિનંતીઓને અવગણીને પણ યોગરાજે પુત્રોના પાપનું પ્રાયશ્ચિત્ત કર્યું. આવા પાપભીરુ અને ન્યાયનિષ્ઠ હતા આ આર્યદેશના રાજાઓ ! આર્યદેશના ચોરો પણ પાપભીરુ ! પાપભીરુ હતા અરે ! રાજાઓ જ પાપભીરુ હતા એમ નહિ, આર્યદેશના ચોરો પણ તેમની આ વાત છે. ભાવનગર સ્ટેટની સામે બહારવટે ચઢેલા બહારવટિયા જોગીદાસ ખુમાણની આ વાત છે. કોઇક વાતમાં એને અન્યાય થયો હતો. આથી તેણે ભાવનગરના રાજા પાસે ન્યાય મેળવવા ઘણી કોશિશ કરી, પરંતુ તેનું ભાગ્ય અવળું હતું આથી એને ન્યાય ન મળ્યો અને જોગીદાસ બહારવટે ચડયો. આમ છતાં, આર્યપણાના ખમીરથી શોભતા આ જોગીદાસે પોતાના સાગરીતોને માટે અને પોતાના માટે એક નિયમાવલિ બનાવી હતી. અબળાને કદી લૂંટવી નહિ. બ્રાહ્મણને પજવવો નહિ. ખેડૂતને હેરાન ન કરવો. પરસ્ત્રીને મા-બેન સમાન ગણવી. આથી જ જોગીદાસ એક હાથમાં ‘તમંચો' રાખતો અને બીજા હાથમાં ‘માળા’ રાખતો. ‘તમંચો' ભાવનગરના રાજા સામેની એની વેરની વસૂલાત માટે હતો...તો ‘માળા' એના આત્મ-કલ્યાણ માટેનું પ્રતીક હતી. એક રાત્રે જોગીદાસ પોતાની રાવટીમાં જાગતો હતો. તેના સાગરીતો ઘસઘસાટ ઊંઘતા હતા. ત્યારની આ વાત છે. જોગીદાસના હાથમાં રહેલી માળા ફરી રહી હતી. તે ભગવાનનું નામ લેતો હતો. ૭૨
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy