SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ફળ છે' એમ વિચારવાની તક મળશે. તેનાથી એક પ્રકારનું આશ્વાસન મળશે. આ સિવાય જ્યારે જ્યારે દુ:ખ આવશે ત્યારે ત્યારે પાપોથી વધુ ને વધુ ડરવાની પ્રેરણા મળશે. આ રીતે દુ:ખ પણ આપણા ઉપર ઉપકાર કરનારું બની જશે. શ્વાન-વૃત્તિ નહિ, સિંહ-વૃત્તિ કેળવો : ડાહ્યો માણસ હંમેશાં કારણને જ મહત્ત્વ આપે છે. કૂતરાને જો કોઇ પથ્થર મારે તો તે પથ્થરને જ બડકાં ભરે છે પરંતુ પથ્થર મારનાર તરફ તેની નજર (દષ્ટિ) પહોંચતી નથી. - જ્યારે સિંહને કોઇ ગોળી મારે તો તે ગોળીને કરડતો નથી. પરંતુ ગોળી છોડનારા તરફ તે ક્રોધિત થાય છે અને તે શિકારી તરફ વેર વાળવા માટે ધસી જાય છે. પ્રસ્તુતમાં આ જ રીતે દુઃખોથી ડરવું કે દુ:ખોથી ગભરાઈ જવું તે કૂતરા જેવી વૃત્તિ કહેવાય. જ્યારે, દુઃખોને લાવનારાં પાપો પ્રત્યે દૂર નજર કરવી અને તે પાપોને કાઢવા પ્રયત્નશીલ બનવું તે સિંહ-વૃત્તિ છે. કૂતરા જેવી વૃત્તિ ત્યાજ્ય (તજવા જેવી) છે. સિંહ જેવી વૃત્તિ ઉપાદેય (કરવા જેવી) છે. શાસ્ત્રકારો કહે છે કે જે કેવળ દુ:ખોથી જ ડર્યા કરે છે તે “અનાર્ય છે. આર્ય' કદી દુઃખોથી ન ડરે. તે તો દુ:ખના કારણભૂત પાપથી જ ડરે. આથી જ પૂર્વે જણાવી ગયા તેમ આર્યદેશના તમામ (ઉત્તમ, મધ્યમ અને અધર્મ) માણસો પાપને આચરતા ન હતા. તેઓ હંમેશાં પાપભીરુ રહેતા. કેવા આદર્શ રાજવીઓ : કેવા હતા આર્યદેશના તે રાજાઓ ! જેઓ પુત્રનાં પાપોનું પ્રાયશ્ચિત્ત જાતે કરતા. - રાજા મૂળરાજ ૧૧૦ વર્ષની વૃદ્ધવયે મૃત્યુ પામ્યા બાદ તેમનો પુત્ર યોગરાજ રાજા બન્યો. યોગરાજ ખરેખર “યોગી' જેવો ઉત્તમ રાજવી હતો.
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy