SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ તિર્યંચો અને નારકો સઘળાં-દુ:ખોથી ભારે ભય અનુભવે છે. આથી આ સઘળા જીવોને દુ:ખો જેમાંથી ઉત્પન્ન થાય છે એ દુઃખોના મૂળ કારણ તરીકે પાપને ઓળખાવી દેવામાં આવે તો જીવો ઘણાં પાપોથી બચી જાય. જેને દુ:ખ નથી જોઇતું તે જીવોએ પાપોથી ડરવું જોઇએ કારણ કે દુઃખનું મૂળ પાપ છે. જો મૂળ-સ્વરુપ પાપને આચરવામાં ન આવે તો તેના ફળસ્વરુપ દુ:ખ ભોગવવું ન પડે. માટે જ આ શ્લોકને બરાબર હૃદયસ્થ કરી લેવો જોઇએ सुखं धर्मात् दुःख पापात्, सर्वशास्त्रषु संस्थितिः । જ વર્તવ્યત: પાપં, વર્તવ્યો ઘર્મ સંચય: II: અર્થ “સુખ ધર્મથી જ આવે અને દુઃખ પાપથી જ આવે.” આ વાત સઘળાં ધર્મશાસ્ત્રોમાં જણાવેલી છે. માટે પાપ ન કરવું જોઇએ અને ધર્મનો સંચય અવશ્ય કરવો જોઇએ. દુ:ખો અને પાપોનો આ ગાઢ સંબંધ જો બરાબર ઓળખાઇ જાય તો ઘણાં પાપોથી બચી જવાય. પણ દુઃખની વાત એ છે કે મોટા ભાગના લોકો “દુ:ખોનું કારણ પાપ છે.” આ વાતથી અજાણ હોવાના કારણે જ્યારે જ્યારે જીવનમાં દુ:ખો આવે છે ત્યારે ત્યારે તેને દૂર કરવા માટે અનેક અવળા જ માર્ગો અપનાવે છે અને એ માર્ગો પ્રાયઃ પાપસ્વરુપ હોય છે. આમ દુઃખોને દૂર કરવા નવાં પાપો અને એના ફળસ્વરૂપે નવાં દુ:ખો આ વિષચક્ર ચાલ્યા જ કરે છે. તો...દુઃખો પણ ઉપકારક બને : જૂઠ, હિંસા, ચોરી વગેરેને પાપ કહેવાય એ માનવ જાણે છે, પરંતુ આ બધાં પાપો જ મારાં દુઃખોનું કારણ છે એ વાત પ્રાય: આજનો માનવ જાણતો નથી. “દુ:ખો પાપથી જ આવે એ વાત ઉપર પૂરિપૂર્ણ શ્રદ્ધા બેસી જાય તો દુઃખોથી ડરવાને બદલે આજનો માનવ પાપોથી ડરવા લાગી જાય. | દુ:ખના કારણ તરીકે પોતાનાં જ પાપ છે, એ વાત બરોબર સમજાઈ જશે તો, જ્યારે જ્યારે દુ:ખો આવશે ત્યારે ત્યારે તેના કારણ તરીકે જગતના બીજા માનવો પ્રત્યે દ્વેષ અથવા ધિક્કાર નહિ લાગે. પરંતુ “આ તો મારાં જ પાપોનું
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy