________________
શિષ્ટ પુરુષોને માન્ય અને શિષ્ટો દ્વારા આચરાયેલા ઉત્તમ આચારો અને વિચારોનું આપણા દ્વારા સન્માન થવું જોઇએ. એમના તે તે વિચારો અને આચારોની ખૂબ ખૂબ પ્રશંસા કરવી જોઇએ. આ રીતે શિષ્યોની પ્રશંસા ક૨ના૨ો માણસ ખરા અર્થમાં ‘સારો ગૃહસ્થ’ બની શકે છે.
પ્રશંસા કરવાથી બે લાભ થાય છે.
૧) જેની તમે પ્રશંસા કરશો તે વસ્તુ તમારામાં ઊતરવા લાગશે.
જો તમે સદ્ગુણોની અને સદ્ગુણીઓની પ્રશંસા ક૨શો તો તમારામાં ધીરે ધીરે સદ્ગુણો ઊતરવા લાગશે. તમે પણ એકવાર સદ્ગુણી બની જશો.
એથી ઊલટું જો તમે દુષ્ટ માણસોની અને દુર્ગુણોની પ્રશંસા કરશો તો તમારામાં પણ ધીરે ધીરે દુર્ગુણો પ્રવેશતા જશે અને તમેય એકવાર દુષ્ટજન દુર્ગુણી બની જશો.
૨) જેની તમે પ્રશંસા કરશો તે ગુણો પ્રત્યે બીજા લોકો સન્મુખ બનતા જશે.
ધાર્મિક ક્ષેત્રે આજે જૈનધર્મમાં ‘‘તપ’’ ની ખૂબ પ્રશંસા થાય છે, તપસ્વીઓનાં સન્માન અને વરઘોડાઓ નીકળે છે આથી તપ કરનારાઓની સંખ્યા દિનપ્રતિદિન વધતી જતી જોવામાં આવે છે.
હમણાં હમણાં મુંબઇમાં બ્રહ્મચર્યવ્રતધારીઓના બહુમાનના પ્રોગ્રામો થવા લાગ્યા છે તે ખૂબ પ્રશંસનીય છે. આ રીતે બ્રહ્મચારીઓની જાહે૨માં પ્રશંસા થવાથી બ્રહ્મચર્યની મહિમા જગતમાં ફેલાશે અને ધીરે ધીરે બ્રહ્મચર્યનો અમલ કરનાર જીવોની સંખ્યા પણ વધતી જશે. જો કે આ વ્રતનું પાલન અત્યંત કઠણ છે આથી એકદમ ઝડપી બ્રહ્મચર્યવ્રતધારીઓ વધતા જોવા નહિ મળે, પરંતુ લાંબા ગાળે તે વ્રતના આરાધકો અને પાલકો જરૂ૨ વધશે. કમ સે કમ બ્રહ્મચર્યનો આદર્શ તો લોકમાં પ્રસ્થાપિત થાય જ છે ને ?
વર્તમાન કાળમાં જૈન સાધુ ભગવંતોમાં જે ઉત્તમ ચારિત્રના આરાધકો છે તેઓનો ભરપૂર પ્રમાણમાં પ્રશંસા થતી જોવાતી નથી. આ જ કારણથી ચારિત્રના પાલન પરત્વે મુનિઓમાં પણ ક્યાંક ક્યાંક ઉપેક્ષા થતી જોવામાં આવે છે.
એથી ઊલટું મોટા ભાગના માણસો સાધુઓની કોરી વિદ્વત્તા અને
62