________________
વ્યાખ્યાનશક્તિના પૂજારી થવા લાગ્યા છે. અનેક ગામોના સંઘો “અમારે તો વ્યાખ્યાનકાર જોરદાર હોય તેવા સાધુ જોઇએ.” આવો આગ્રહ રાખવા લાગ્યા છે. પરિણામે સાધુઓમાં પણ ચારિત્રના પાલન કરતાંય વિદ્વતા અને વ્યાખ્યાનશક્તિ મેળવી લેવાની મનોવૃત્તિ વધતી જતી જોવામાં આવે છે.
જો સાધુઓને ઉત્તમ ચારિત્રના આરાધક બનાવવા હોય તો લોકોએ જે ઉત્તમ ચારિત્રપાલક મુનિઓ છે તેમની જોરદાર પ્રશંસા કરવી જોઇએ. શ્રીસંઘોએ પણ આવો આગ્રહ રાખવો જોઇએ કે “અમારે તો સુંદર ચારિત્રના પાલનહાર મુનિઓ જ ચાતુર્માસ માટે જોઇએ. પછી તે પ્રખર વ્યાખ્યાતા હોય અગર ન પણ હોય, તે ચાલશે.' જો આમ થશે તો જ આપણા શ્રમણસંઘમાં સુંદર ચારિત્રધરોની દિન-પ્રતિદિન વૃદ્ધિ થતી જોવા મળશે.
જેની તમે પ્રશંસા કરશો તે આ જગતમાં વધતું જશે.
આજના કાળમાં વ્યાવહારિક ભણતરની પ્રશંસા ચોમેર થતી જોવાય છે તો તે ભણતર પ્રત્યે લોકોમાં આકર્ષણ વધતું જાય છે. ગામડિયા માણસો, ગરીબો અને સ્ત્રીઓ પણ તે ભણતરને મેળવવા પુષ્કળ ભોગ આપવા લાગ્યાં છે અને ધનાદિનો વ્યય પણ કરવા લાગ્યાં છે.
- અંગ્રેજી જેને બોલતાં સારી રીતે આવડતું હોય તેવા માણસોની આજે બોલબાલા થતી જોવાય છે અને તેથી જ અંગ્રેજી જેવી પરદેશી ભાષા પ્રત્યે ભારતીયજનોનું આકર્ષણ પણ તીવ્ર બનતું ચાલ્યું છે.
સંસ્કૃત ભાષા સર્વ ભાષાઓની જનની ગણાય છે. એને “દેવોની ભાષા” (ગિર્વાણગિરા) કહીને આર્ય-સંસ્કૃતિમાં બિરદાવાઈ છે, છતાં આજે એના જાણકારો અને પંડિતોની સંખ્યા ઉત્તરોત્તર ઘટતી જ ચાલી છે કારણ કે વર્તમાન જગતમાં પાશ્ચાત્ય સંસ્કારોથી પ્રભાવિત થઈ ગયેલા લોકો અંગ્રેજીને જેટલું મહત્ત્વ આપે છે, એનાથી સોમા ભાગનું મહત્ત્વ પણ સંસ્કૃત ભાષાને આપતા નથી. આનું ભયંકર પરિણામ એ આવશે કે આજથી પચાસ વર્ષ બાદ સંસ્કૃત ભાષાનો પ્રખર વિદ્વાન ભારતમાંય શોધ્યો નહિ જડે..
આ બધી વાતનો સાર એ કે સાચા અને સારા સદગુણોની અને એ સગુણોના ધારક શિષ્ટ પુરુષોની પુષ્કળ પ્રમાણમાં પ્રશંસા થવી જોઇએ. જો શિષ્ટ