SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ તૈયાર નથી. અહંકાર ક્રોધને ખેંચી લાવે છે. માન ગ્રસ્ત જીવોની હાલત ભારે દયનીય હોય છે. માન આવે એટલે વિનય જાય. વિનય એ તો સઘળાય કલ્યાણોનું સુખોનું ભાજન છે. ધર્મનું પ્રવેશ દ્વાર પણ છે. પ્રવેશ દ્વાર બંધ થયો એટલે ધર્મ પણ ચાલી જાય. જે મૂકે માન તે બંને મહાન. (૪) મદ મદ એટલે ગુમાન-જાતિ-કુળ-બળ-લાભ-૨પ-ઐશ્વર્ય બુદ્ધિ વિગેરે આઠ પ્રકારના મદ છે. સંસારનું નાશવંતતાનું ગણિત નજર સામે આવે તો એકેય મદ ટકી ન શકે. યત્ર-તત્ર-સર્વત્ર મદને તોડવાની માસ્ટરકી અનિત્યતા અને અશરણતામાં પડેલી છે. કર્મની તાકાત નજર સામે રાખીએ...પરલોકના ભયંકર અપાયોને ન ભૂલીએ...પ્રાપ્ત શક્તિઓમાં પૂર્વના મહાપુરુષોને યાદ રાખી નમ્ર બનતા રહીએ... (૫) લોભ લોભથી સઘળાય ગુણો નાશ પામે છે. લોભ જન્મ છે ઇચ્છામાંથી, ઇચ્છા સફળ બને પુણ્યોદયથી. આ ઇચ્છાઓ અતૃપ્તિની ભેટ આપે છે. લાભ વધે તેમ લોભ વધે. આ લોભથી ક્રૂરતા, કઠોરતા, અશાંતિ, લાચારી વધે છે. નવ ગજના નમસ્કાર કરજો આ લોભને. (૬) હર્ષ સત્તા, ઠકુરાઇ, ધન, કીર્તિ મળવા પર રાજી થતા જ રહેવું હર્ષઘેલા થવું. આ પણ નુકશાનકારી ગુણ છે. હર્ષના અતિરેકમાં સ્થિતિ, મર્યાદા, વિવેક, વાણી બધું જ ભૂલાઇ જાય છે. ગાંભીર્યાદિક ગુણ ખીલે તોજ આત્માનું કલ્યાણ થાય. આ છ આંતર શત્રુઓ આત્મા માટે ગોઝારા પરિણામો લાવનારા છે, રાગ-દ્વેષ, દંભ, શોક, ઇર્ષ્યા આદિ દોષો ને પણ રવાના કરી આત્માને માલામાલ બનાવી દેવા જેવો છે. ૩૮૫
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy