________________
ગુણ ૩૪ : આંતર શત્રુ વિજય શત્રુ એ નામ પણ સાંભળવું ગમતું નથી અને સદા શત્રુતા સદાને માટે ફૂલેફાલે છે. બહારના શત્રુઓ પણ પેદા કરવાનું કામ ભીતરમાં રહેલા શત્રુઓ કરે છે. આ શત્રુતા પણ કારણે પેદા થાય છે. ૧. કેટલીક શત્રુતા જાતિવૈરના કારણે હોય છે. દા.ત. સાપનોળિયો. ૨. કેટલીક શત્રુતા પરાપૂર્વથી ચાલ્યા આવતા વેરના અનુબંધોના કારણે હોય છે. ૩. કેટલીક શત્રુતા સંસારમાં વિચિત્ર નિમિત્તોના કારણે ઊભી થતી હોય છે.
શત્રુતા રાગ-દ્વેષ મૂલક હોય છે. રાગ દ્વેષ જન્મ પછી બધા જ કષાયો પડછાયાની જેમ હાલ્યા આવે. જે દિલમાં શત્રુતા જન્મે છે....કે છે. એવા દિલ હમેંશ હાયવોય, સંતાપ, સંક્લેશ વગેરેથી ગ્રસિત જ થયેલા હોય છે. બાહ્ય શત્રુઓના વિજય કરતાંય આંતર શત્રુઓનો વિજય કરનાર મહાન છે. કર્મના ઉદયે આવતા ચિત્ર-વિચિત્ર અનેક પ્રસંગોમાં કામ, ક્રોધ, માન-મદ-હર્ષ-લોભ આ છ આંતર શત્રુમાંથી એકેય ને જીતવા દેવા જેવા નથી. આ છે ને તો પછાડવા જેવા
(૧) કામ પુરુષ પ્રત્યે અને પુરુષને સ્ત્રી પ્રત્યેની વાસના, જાતિય વૃત્તિ અને એને પોષવા માટે થતી પ્રવૃત્તિ. કામ શાંત જીવનને ડહોળી નાખે છે. કલુષિત કરી નાખે છે. વાસનાને નિયંત્રણમાં લાવવા વાસનાને બહેલાવે, ઉતેજિત કરે તેવા સ્થાનનો ત્યાગ કરજો. તેવા ભોજન, તેવા પહેરવેશ, તેવા દ્રશ્યો અને વાંચનનો ત્યાગ કરજો. કનિમિત્તોથી સો ગાઉ છેટા રહી પવિત્રતા ટકાવી રાખજો.
(૨) ક્રોધ ધાર્યું ન થતાં, અણધાર્યું થતાં જીવ ગુસ્સે ભરાય છે. ક્રોધ પ્રીતિનો નાશ કરે છે. ક્રોધગ્રસ્ત ચિત્ત મોટે ભાગે કમજોર પર આધિપત્ય જમાવે છે. સદ્ભાવને તોડી નાખનાર ક્રોધ છે. આગ કરતાંય ભયંકર છે, ક્રોધ કષાયોનું મૂળ વિષય છે. અને વિષયોનું મૂળ છે વિષયોની સામગ્રી, સામગ્રી જેટલી દૂર રાખો તેટલા અંશે કષાયોની તીવ્રતા ઓસરતી જશે.
. (૩) માન માન એટલે અહંકાર ! સામાને પછાડીને વિજય મેળવવામાં રસ છે : પોતાની જાતને બીજાથી ઊંચો સમજે, જરા પણ નીચું દેખાય તે સહી લેવા
[૩૪]