________________
માર્ગાનુસારીનો ૨૧મો ગુણ છે ગુણ પક્ષપાત !
ગુણપક્ષપાત એટલે ગુણો તરફ હૃદય ઝૂકવું...પછી ભલે ને એ ગુણ દુશ્મનનો હોય ! ગુણપક્ષપાત એ ગુણનો બીજાભૂત ગુણ છે...અવશ્ય આદરણીય છે...કેટલીક વાર સ્વયં ગુણ મેળવવો સહેલો છે પણ ઇર્ષ્યાને લીધે બીજાનો ગુણ પચાવવો...ગુણનો પક્ષપાત રહેવો...ગુણ પ્રત્યે ખેંચાણ રહેવુ મુશ્કેલ છે...ત્યારે તો શાસ્ત્રકારો કહે છે ને કે ગુણાવાન બનવું સહેલું છે પરંતુ ગુણાનુરાગી બનવું કઠિન છે...
આ એક ગુણમાં અગણિત ગુણોને ખેંચી લાવવાની તાકાત પડી છે...કારણ કે ગુણનો પક્ષપાત ગુણો અને ગુણવાનો પ્રત્યે અનુરાગ પેદા કરાવે જ અને પેદા થયેલો એ અનુરાગ આત્માને અગણિત ગુણોનું ભાજન બનાવે જ !
આ ગુણને આત્મસાત્ કરવામાં એક વાત ખાસ સમજી રાખવાની છે કે જ્યાં સુધી ગુણો પ્રત્યે આકર્ષણ જાગે નહિ...ગુણમય જીવનના અનેક લાભો નજર સામે દેખાય નહિ, તેનાથી વિપરીત દોષો પ્રત્યે જુગુપ્સા જાગે નહિ, દોષમય જીવનના ઢગલાબંધ નુકસાનો નજ૨ સામે દેખાય નહિ ત્યાં સુધી ગુણ-પક્ષપાતનો ગુણ આત્મસાત્ થવો જ કઠિન છે...અને આ ગુણને આત્મસાત્ કર્યા વિના સાધનાના જીવનમાં પ્રવેશી જનારો...આગળ વધનારો હકીકતમાં આંતરિક દ્રષ્ટિએ કેટલો વિકાસ કરી શકે તે પ્રશ્ન છે...
બાકી જેના જીવનમાં ગુણપક્ષપાત આવે છે તેના જીવનમાં ગુણવાનો પ્રત્યે હાર્દિક પ્રીતિ...ગુણહીનો પ્રત્યે ઉપેક્ષાવૃત્તિ...ગુણોના સંગ્રહની વૃત્તિ...પ્રાપ્ત ગુણોની સુરક્ષા...આ ચાર ચીજ આવ્યા વિના રહેતી નથી...અને આ ચાર ચીજ આવ્યા પછી સાધનાના જીવનમાં જે વિકાસ થાય છે તેની કલ્પનાય થઇ શકે તેમ નથી...
એક વાત ભૂલશો નહિ કે, જીવનમાં ગુણનો અનુરાગ પ્રગટયા પછી એ ગુણાના ધારણ ગુણવાનો પ્રત્યે હાર્દિક પ્રીતિ પ્રગટ્યા વિના રહેતી નથી...અને જ્યાં આ પ્રીતિ પ્રગટે છે ત્યાં તેઓની નિંદા કરવાનું તો બંધ જ થઇ જાય છે.
ગુણવાનોની પણ નિંદા કરવાનું મન થતું હોય તો સમજી રાખજો કે હકીકતમાં આપણને ગુણો પ્રત્યે અનુરાગ જ પેદા થયો નથી...શાસ્ત્રકારોએ ખુબ સમજણપૂર્વક આ ગુણ મૂક્યો છે...તેઓએ ગુણવાન્ બનવાની વાત ન કરતાં
૩૪૪