SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણાનુરાગી બનવાની વાત કરી છે...કારણ કે તેઓને સ્પષ્ટ ખ્યાલ હતો કે ગુણાનુરાગી આત્મા ગુણવાન બન્યા વિના રહેવાનો જ નથી...જ્યારે ગુણવાન આત્મા ગુણાનુરાગી હોય જ એવો કોઇ કાયદો નથી....અરે ! ક્યારેક તો એવું બને છે કે ગુણાનુરાગ વિનાનો ગુણવાન આત્મા પોતાની જાતને બહુ આગળ વધેલી માનતો હોવાના કારણે બીજાઓની ભરપેટ નિંદા જ કરતો હોય છે... જો ન હોત તો.... સાગરના કિનારે ગયેલા માણસે સાગરને કહ્યું “તારામાં ગંભીરતા તો ખરી પણ તું જો ખારો ન હોત તો તારી બોલબાલા આ જગતમાં ખૂબ વધી જાત...' પછી એ નદી કિનારે ગયો. ‘તારી નિર્મળતા આપણને ગમી, પણ તું જ્યારે વિફરે છે ત્યારે ગામોના ગામોને તારાજ કરી નાખે છે...તારી આ ક્ષુદ્રતાતુચ્છતા મને ન ગમી !..” રાતના સમયે સોળે કળાએ ખીલી ઉઠેલા પૂર્ણિમાના ચન્દ્રને તેણે કહ્યું, તારી સૌમ્યતાનો તો આ જગતમાં જોટો જડે તેમ નથી પણ તારામાં જો કલંક ન હોત તો લોકો તને દેવની જેમ પૂજત....' બગીચામાં છોડવા પર ખીલી ઉઠેલા ગુલાબના પુષ્પને તેણે કહ્યું કે તારામાં રહેલા સૌંદર્યનો અને સુવાસનો હું ચાહક છું પરંતુ તારી આસપાસ આ કાંટાઓ જો ન હોત તો તારી કિંમત કંઈ ઘણી વધી જાત !” માણસની આ વાત સાંભળીને સાગર-નદી-ચન્દ્ર અને ગુલાબ ભેગા થઇને માણસને કહ્યું કે “અમારી વાત તો પછી કરશું પરંતુ તારામાં જો આ દોષદ્રષ્ટિ ન હોત તો બહુ સારું હતું...” માણસ શું બોલે ? જેની પાસે ગુણપક્ષપાત નથી...ગુણાનુરાગ નથી તેનું જીવન ? આવું બન્યા વિના રહેતું જ નથી...ગમે તેટલા સારા સ્થાનમાં તે જાય કે ગમે તેવી મહાન વ્યક્તિ પાસે તે જાય, તે હલકી વાતો લઇને જ પાછો ફરવાનો.. ત્યારે તો પેલી અરબસ્તાનની કહેવત છે કે “બગીચાના સમાચાર પૂછવા હોય તો બુલબુલને પૂછજો, કાગડાને ન પૂછતા...” કારણ કે બુલબુલની દ્રષ્ટિ ખીલેલા પુષ્પો તરફ હશે જ્યારે કાગડાની દ્રષ્ટિ સડી ગયેલા ફળ તરફ હશે... ||૩૪૫
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy