________________
આ કથનનો સાર છે. પરંતુ ‘‘અર્થ અને કામ મેળવવા માટે તમે ધર્મ કરો.'' એવા આ કથનનો સૂર કે સાર નથી.
સંસારનાં સુખો માટેય ધર્મનું મહત્ત્વ અત્યંત છે. ધર્મનું મહત્ત્વ આર્ય દેશનાં તમામ શાસ્ત્રો પોકારી પોકારીને કહે છે. કામશાસ્ત્રમાં કૌટિલ્યે પણ કહ્યું છે કે, ‘કામસુખો પણ ધર્મના પ્રતાપે જ મળે છે.'
આ કથનમાં પણ ધર્મનું પ્રાધાન્ય સૂચવાયું છે. ધર્મનો પ્રતાપ અને મહિમા જણાવાયો છે. પણ ‘કામસુખો મેળવવા ધર્મ કરો' તેવો ઉપદેશ કે આજ્ઞા નથી. છતાં આ કથનો તેવા પ્રકારની એકદમ નીચલી કક્ષાના જીવો માટે છે. જેવી જેવી જીવોની કક્ષા તેવી તેવી રીતે તેની સમક્ષ વાતો રજૂ કરવી પડે. બધા જ જીવો આગળ એક સરખી જ રજૂઆત ન કરાય. કક્ષાભેદે ધર્મભેદ અને ઉપદેશભેદ જરુરી બને છે.
ટૂંકમાં...સંસારમાં રહેલો જીવ અર્થ અને કામને સેવ્યા વગર રહેવાનો નથી તો પણ તેણે ધર્મને પ્રધાનતા આપવી. અને અર્થ તથા કામને ગૌણતા આપવી. અર્થ અને કામની મુખ્યતા નહીં રાખવાની તેમ તે બેની સંપૂર્ણ ઉપેક્ષા પણ ન થાય. હા...ધર્મને અબાધિત રાખીને અર્થ અને કામ સેવવા.
ધર્મને છોડીને, બાધિત કરીને અર્થ અને કામને સેવવા અને ધર્મને છોડીને કામ સેવવા દોડી જવું-આ રીત સદંતર ખોટી છે. આ રીત દુષ્ટજનોની છે. જ્યારે ધર્મને સાચવીને, ધર્મને મુખ્યતા આપીને, અબાધિત રાખીને અર્થકામ સેવવાં. અને અર્થને અબાધિત જાળવીને જ કામ-સેવન આચરવું. બીજી રીતે આમ કહેવાય કે કામ એ સાવ ગૌણ. તેને બાધિત કરીને ધર્મપ્રવૃત્તિમાં તથા અર્થોપાજનમાં પ્રવૃત્ત થવું. અને અર્થ અને કામ બન્નેને બાધિત ક૨ીને પણ ધર્મમાં પ્રવૃત્ત થવું. આમ ધર્મપુરુષાર્થ એ સર્વોપરી ગણવો.
પોતાનો જીવન વ્યવહાર આ ત્રણેય-ધર્મ, અર્થ અને કામ-ને પરસ્પર અબાધિતપણે રાખીને ચલાવવો, તે જ ઉત્તમ છે.
ઉપરાંત...અર્થ અને કામની પ્રવૃત્તિમાં પણ ધર્મતત્ત્વને જ પ્રાધાન્ય આપવું...જેમકે અર્થ (ધન) મેળવવાની પ્રવૃત્તિ કરવી પણ તે ન્યાય-નીતિપૂર્વક જ ક૨વી...કામ-સેવન ક૨વું પડે તો તેમાં પણ પરસ્ત્રીત્યાગ અને સ્વસ્ત્રીસંતોષ
૩૦૭