________________
નામના ધર્મો તેમાં જોડી દેવાં.
આ રીતે પરસ્પર અબાધિત ધર્મ-અર્થ અને કામનું સેવન કરનારો અને અર્થ અને કામનીતિ અને સદાચારરૂપી ધર્મોનું નિયંત્રણ કરનારો આત્મા આ લોકમાં શાંતિપૂર્વક જીવન જીવે છે. પરલોકમાં સદ્ગતિ મેળવે છે. અને પરંપરાએ મુક્તિ સુખનો અધિકારી બને છે. ] • માણસની આંખ, હાથ અને પેટ સાફ હોવા જરૂરી છે.
સાંજ પડે ઇધર ઉધર ભટકવાનું બંધ કરી રોડના કોર્નર પાસે પણ અડ્ડા ન જમાવો. પાપનું પ્રવેશ દ્વાર આંખ છે. મહાભારત અને રામાયણ સર્જી દેવાની તાકાત આંખમાં છે. સ્વદારા સંતોષ અને સ્વદારામાં પણ સંતોષ રાખો. આર્યદેશની મર્યાદાઓ, રૂઢીઓ, રીવાજો ને વખોડવાને બદલે અપનાવશો તો સુખી થશો. . સારી રીતે જીવવું હોય, વિલપાવર વધારવો હોય, રોગોના ભોગ ન થવું હોય તો બ્રહ્મચર્યના પાલનમાં દ્રઢ બનો. અસાવધાનતાની કોઇક નબળી પળે અશુભ વિચારોની ચિનગારી જો મનને
સ્પર્શી જાય તો પણ અમલમાં મૂકવાની તો ભૂલ ક્યારેય ન કરશો. • ધબકતા વૈરાગ્ય વિના સાધના શક્ય નથી.
એક ડોશીમાં માથા ઉપર પોટલું મૂકીને ચાલતાં જઇ રહ્યાં હતાં. મધ્યાહનનો સૂર્ય તપી રહ્યો હતો. રસ્તામાં છાંયડાનું નામનિશાન હતું નહિ. અને એમ લાગતું હતું કે રસ્તો પૂરો થશે જ નહિ. એટલામાં એમની પાસેથી એક ઘોડેસવાર નીકળ્યો.
ડોશીમાએ પૂછ્યું, “ક્યાં જઇ રહ્યો છે બેટા ?' ઘોડે સવારે જવાબ આપ્યો: “મૈનપુર'.
ડોશીમાએ કહ્યું, “હું પણ ત્યાં જ જઇ રહી છું. મારું પોટલું ઊંચકી લે હું ત્યાં લઈ લઈશ.”
૩૦૮